Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

રિલાયન્સ Jio 4G નેટવર્ક કવરેજ વધારવા માટે કરશે સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ

મુંબઈ :રિલાયન્સ જિયો પોતાના 4જી નેટવર્કને મજબૂત કરવા અને ગામડાંઓ તથા દૂરના વિસ્તારોમાં 4જી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવા માટે હવે સેટેલાઈટનો ઉપયોગ કરશે.

  હ્યૂગ્સ કોમ્યુનિકેશન (HCIL) અને ઇસરોની ટેકનિકની મદદથી જિયો પોતાના પ્રકારની પહેલી સેટેલાઈટ આધારિત નેટવર્ક સેવા શરૂ કરશે. આ માટે મુંબઈ અને નાગપુરમાં બે અર્થ સ્ટેશન, લેહ તથા પોર્ટ બ્લેરમાં બે મિની હબ બનાવાશે.

(9:16 am IST)