Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

દિલ્હીમાં ઓક્ટોબરથી સરકારી કારોમાં જીપીએસ ફરજીયાત કરવા કેજરીવાલનો આદેશ

જો તેમ ન થાય તો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ અધિકારીએ તેના ખીસામાંથી કરવો પડશે

નવી દિલ્હી :દિલ્હી સરકાર એવા અધિકારીઓની ગાડીઓની ટાંકી ફૂલ કરાવવા માટે પૈસા બંધ કરશે જેની ગાડીમાં જીપીએસ નહીં હોય. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે એક ઓક્ટોબરથી સરકારી કારોમાં જીપીએસ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. જો તેમ ન થાય તો પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ અધિકારીએ તેના ખીસામાંથી કરવો પડશે.

 કેજરીવાલે કહ્યું કે તેમને એવી જાણકારી મળી છે કે કેટલાક વરિષ્ઠ સરકારી અધિકારીઓ પાસે છ-છ કાર છે. આ તમામ પર લગામ લાગવી જોઈએ. મફતમાં પેટ્રોલ-ડીઝલ પર પોક લગાવીને ગાડીઓના બીનઉપયોગ પર લગામ લગાવાશે.

 કેજરીવાલે આદેશ જારી કરીને કહ્યું છે કે તમામ સરકારી અધિકારીઓની ગાડીઓમાં 30 સપ્ટેમ્બર સુધીમાં જીપીએસ ફિટ થઈ જવું જોઈએ. નહીં તો પેટ્રોલ-ડીઝલ તેમના ખર્ચે ભરાવવાનું રહેશે.

(7:53 pm IST)