Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે વારણસી જિલ્લાના સ્વાસ્થ્ય કેન્દ્રના પ્રભારીઓના સામુહિક રાજીનામા

જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ વચ્ચે કોઇ તાલમેળ નથી

 

વારાણસી:દેશમાં કોરોના દિવસેને દિવસે વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે તેવામાં સામાન્ય લોકોના જીવ બચાવવાની જવાબદારી જે સ્વાસ્થ્યકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સ્થિતિમાં વારાણસીના સ્વાસ્થ્ય અધિકારીઓનો અસંતોષ ખુલીને સામે આવ્યો છે. વારાણસીના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્થિત બધા પ્રાથમિક અને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના પ્રભારીઓએ સામુહિક રાજીનામા આપ્યા છે. જિલ્લાના તમામ સ્વાસ્થ્ય કેન્દ્રના અધિકારીઓ મુખ્ય આરોગ્ય અધિકારીની કચેરીએ ગયા અને રાજીનામા આપ્યા હતા.

અધિકારીઓ આક્ષેપ લગાવ્યો છે કે કોરોના સામેની કાર્યવાહીમાં જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગ વચ્ચે કોઇ તાલમેળ નથી. સિવાય લોકોએ વારાણસીના ડેપ્યુટી કલેક્ટર પર ધમકી આપવાનો આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે ડેપ્યુટી કલેક્ટર દબાણ કરીને તેમની પાસે કામ કરાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે કોરોનાના નોડલ અધિકારી એવા ડેપ્યુટી કલેક્ટરે 9 ઓગષ્ટના રોજ એક પત્ર લખ્યો, જેમાં અત્યાર સુધી થયેલા કામને અપૂરતા ગણાવ્યા.

ડેપ્યૂટી કલેક્ટરે ખોટુ દબાણ કરીને તમામ અધિકારીઓને દોષી ગણાવ્યા અને લક્ષ્ પુરુ ના થતા કેસ કરવાની પણ ધમકી આપી. પોતાના રાજીનામાની અંદર અધિકારીઓએ મુખ્યમંત્રીને સંબોધિત કરીને લખ્યું છે કે 23 જુલાઇના રોજ મળેલા પત્રમાં કોરોનાના કારણે થયેલા મોત માટે તમામ પ્રભારીને જવાબદાર ગણાવીને જવાબ માંગવામાં આવ્યો છે

(11:32 pm IST)