Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ભારતની સરહદબંધીથી પાકિસ્તાન ફફડ્યું : કાશ્મીર મુદ્દે પણ સમાધાન કરાવવા અમેરિકાને કરી આજીજ

કહ્યું - ભારતના આક્રમક તેવરથી શાંતિ અને સુરક્ષાને જોખમ

વોશિંગ્ટનઃ ચીન સાથે ભારતના ઘર્ષણ બાદ ત્રણેય પાડોશી દેશોમાં તણાવ જોવા મળે છે. જંગ જેવી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પાકિસ્તાન ફફડ્યું છે અને ભારત સાથેનું ટેન્શન ઓછું કરાવવા અમેરિકાને ફરી અપીલ કરી છે.

પાકિસ્તાનના વિદેશ સચિવ શોહેલ મહેમૂદે અમેરિકાના રાજકીય બાબતોના સચિવ ડેવિડ સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં કાશ્મીર મુદ્દે સમાધાન કરાવવામાં પણ મદદ માગી હતી. પરંતુ ભારતે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે આ મામલે કોઇની મધ્યસ્થતાની જરુર નથી.

પાકિસ્તાનના એખબાર ડોનના રિપોર્ટ મુજબ શોહેલ મહેમૂદે અમેરિકાને કહ્યું કે ભારત સાથેનો તણાવ વધતો રોકવા અને જમ્મુ-કાશ્મીર મુદ્દે શાંતિપૂર્ણ સમાધાન માટે પગલાં લેવા જરુરી છે. કારણ કે કાશ્મીરમાં ભારતની સૈન્ય નાકાબંધી અને પાક. વિરુદ્ધ તેના આક્રમક તેવરથી શાંતિ અને સુરક્ષાને જોખમ છે.

નોંધનીય છે કે પાકિસ્તાને ઘણી વખત એમેરિકા પાસે હસ્તક્ષેપની માગ કરી હતી. ઇમરાન ખાને પણ એમેરિકી પ્રવાસે પ્રમુખ ટ્રમ્પને કાશ્મીર મુદ્દે દરમિયાનગીરી કરવા કહ્યું હતું. ટ્રમ્પે પણ બંને દેશોની ઇચ્છા હોય તો મધ્યસ્થતાની તૈયારી દર્શાવી હતી. પરંતુ ભારતે છોખ્ખુ પરખાવી દીધું હતું કે કોઇ ત્રીજાની દખલ નહીં ચાલે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન વધુ રઘુવાયું થયું છે. દર-દર ભટકી રહ્યું છે. છતાં તેને કોઇનો સાથ મળી રહ્યો નથી. સમર્થન નહીં મળવાને કારણે સાઉદી અરબ સાથે પણ તેના સંબંધો વણસી ગયા છે.

પાકિસ્તાના સાથે ભારતની સરહદ વિવાદ સહિત તમામ મુદ્દે દ્વિપક્ષીય મંત્રણા લાંબા સમયથી બંધ છે. ભારત પોતાની નીતિ પર મક્કમ છે. ભારતે સ્પષ્ટ કહી રાખ્યું છે કે પાકિસ્તાન સંપૂર્ણપણે આતંકી ગતિવિધિઓ અટકાવશે પછી તેની સાથે વાતચીત થશે. કારણ કે મંત્રણા અને આતંકવાદ સાથે-સાથે ચાલી શકે નહીં

(9:44 pm IST)