Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

પાકિસ્તાનના કબ્જાના કાશ્મીર ( POK ), માંથી મેડિકલની ડિગ્રી મેળવનારા તબીબો ભારતમાં પ્રેક્ટિસ નહીં કરી શકે : મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો નિર્ણય

ન્યુદિલ્હી : આજ બુધવારના રોજ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કરેલા નિર્ણય મુજબ પાકિસ્તાનના કબ્જાના કાશ્મીર ( POK ),જમ્મુ ,તથા લડાખમાંથી મેળવેલી  મેડિકલની ડિગ્રી ભારતમાં માન્ય નહીં ગણાય .તેથી આ વિસ્તારમાંથી ડિગ્રી મેળવનારા તબીબો ભારતમાં પ્રેક્ટિસ નહીં કરી શકે.
ઉપરોક્ત વિસ્તારના તબીબોને તેથી,  ભારતમાં આધુનિક ચિકિત્સાની પ્રેક્ટિસ કરવા માટે ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956 હેઠળ નોંધણી આપવા માટેનો હક રહેશે નહીં તેમ જણાવ્યું છે.
આ એક્ટ મુજબ, ભારતમાં કોઈ પણ યુનિવર્સિટી અથવા તબીબી સંસ્થા દ્વારા આપવામાં આવેલી તબીબી લાયકાતો, જેને પ્રથમ સૂચિમાં શામેલ કરવામાં આવી છે, તે તબીબી લાયકાત માન્ય કરવામાં આવશે.

(8:11 pm IST)