Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત : સાંજે 5 વાગ્યા સુધીમાં વધુ 19 કેસ સહીત આજે કુલ 59 પોઝિટિવ નોંધાયા : કુલ કેસનો આંક 1931 થયો

આજે વધુ 29 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : 811 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ: શહેરમાં સાંજે 19 રિપોર્ટ પોઝિટિવ આવતા બપોરનાં 40 સહિત આજનાં કુલ 59 કેસ સાથે આજદિન સુધીનો કુલ આંક 1931એ પહોંચ્યો છે.

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયા મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે.  

શહેરના કુલ કેસ ૧૯૩૧ થયા છે.હાલમાં 811 દર્દીઓ  સારવાર હેઠળ છે.આજે 29 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આજ સુધીમાં કોવિડ ડેથ 46 થયા.

(7:46 pm IST)