Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

આજે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક-મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની જયંતિ

અનેક પુરષ્કારોથી સન્માનિત વિક્રમ સારાભાઈએ ISRO અને PRL ઉપરાંત તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી

આજે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક અને મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની જયંતિ છે. ભારતને અંતરિક્ષ વિજ્ઞાનમાં આટલી પ્રગતિ કરીને મોટા-મોટા અભિયાનોમાં સફળતા પ્રાપ્ત કરી, તેનો શ્રેય માત્ર મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને જ જાય છે.

વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ અમદાવાદમાં 10 ઓગસ્ટ 1919ના રોજ થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને ગુજરાતમાં અનેક મિલોના માલિક હતા.તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેંન્ટ જૉન કોલેજથી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી હતી. તમને જણાવી દઈએ કે, તેઓ એક એવા વૈજ્ઞાનિક હતા, જે હંમેશા યુવા વૈજ્ઞાનિકોને આગળ વધવામાં મદદ કરતા હતા. વિક્રમ સારાભાઈએ જ સૌ પ્રથમ ભારતમાં સ્પેસ રિસર્ચની જરૂરિયાત સમજી અને ન્યૂક્લિયલ પાવર વિક્સીત કરવામાં મદદ કરી હતી. તેમને બાળપણથી જ ગણિત અને વિજ્ઞાનમાં ખાસ રુચિ હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પરત ફર્યા બાદ 28 વર્ષની ઉંમરે 11 નવેમ્બર, 1947માં તેમણે અમદાવાદમાં અમદાવાદમાં PRLની સ્થાપના કરી હતી.

વિક્રમ સારાભાઈના વૈજ્ઞાનિક કાર્યોને જોતા વર્ષ 1966માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે 1972માં પદ્મ વિભૂષણ (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઈસરોની સ્થાપના વિક્રમ સારાભાઈને મહાન ઉપલબ્ધિઓમાંથી એક છે. રશિયન સ્પૂતનિકના લોન્ચ બાદ તેમણે ભારત જેવા વિકાસશીલ દેશ માટે અંતરિક્ષ કાર્યક્રમના મહત્વ વિશે સરકારને રાજી કરી અને તેની જરૂરિયાત સમજાવી હતી. ડો. સારાભાઈએ પોતાના અવતરણોમાં અંતરિક્ષ કાર્યક્રમના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિક્રમ સારાભાઈએ 1962માં ઈન્ડિયન નેશનલ કમિટી ફૉર સ્પેશ રિસર્ચની સ્થાપના કરી હતી. જેનું નામ પાછળથી ઈસરો તરીકે જાણીતું થઈ ગયું.

(6:03 pm IST)