Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

વડાપ્રધાન મોદી ઇમાનદાર કરદાતાઓને વળતર માટેની પારદર્શક યોજનાની આવતીકાલે કરશે જાહેરાત : 'ટ્રાન્સપેરેન્ટ ટેક્ષેશન-ઓનરીંગ ધ ઓનેસ્ટ' વીડીયો કોન્ફરન્સ દ્વારા કરાશે વોચ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે ગુરૂવારે પ્રમાણિત કરદાતાઓને ઇનામ માટેની પારદર્શક યોજના લોંચ કરશે. 'ટ્રાન્સપેરેન્ટ ટેક્ષેશન ઓનરીંગ ધ ઓનેસ્ટ' નામના આ પ્લેટફોર્મનું લોન્ચીંગ વડાપ્રધાન દ્વારા ગુરૂવારે એટલે કે ૧પ ઓગષ્ટના સ્વાતંત્ર્ય દિવસના બે દિવસ પહેલા કરવામાં આવશે.

આ અવસરે વિભન્ન ચેમ્બર ઓફ કોમર્સ, ટ્રેડ યુનિયનો, ચાર્ટર્ડ એસોસીએશન અને કરદાતાઓના પ્રતિનિધીઓ સહિત આવકવેરા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. નાણા પ્રધાન નિર્મલા સીતારમણ પણ આ લોન્ચીંગ દરમ્યાન ઉપસ્થિત રહેશે.

ઇન્ડીયન એકસપ્રેસના રિપોર્ટમાં નવી કર સ્કીમ બાબતે વધુ માહિતી નથી અપાઇ, પણ તેમાં એવું કહેવાયું છે કે પીએમઓએ ફેસલેસ એસેસમેન્ટ અને ટેક્ષ રિટર્નની સ્ક્રુટીની બાબતે સીનીયર ટેક્ષ અધિકારીઓ સાથે કેટલીક મીટીંગો કરી હતી. આ રીપોર્ટમાં એક સીનીયર ટેક્ષ અધિકારીનો હવાલો આપીને જણાવાયું છે કે વડાપ્રધાને નવી સ્કીમમાં મોટાભાગનું ધ્યાન ફેસલેસ એસેસમેન્ટ અને પારદર્શકતા વધારવા ઉપરાંત કરદાતાઓ માટે રીટર્ન ભરવામાં સરળતા પર ધ્યાન આપવા બાબતે સૂચવ્યું છે.

(2:01 pm IST)