Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

દોસ્તીમાં દરાર : કાશ્મીર મામલે સાઉદીને ધમકાવવાનું પાકિસ્તાને ભારે પડયુ

તેલ માટે તરસવુ પડશે : કર્જ પણ નહીં આપે : સપનેય ન વિચાર્યુ હોય તેવા આકરા પગલા

ઇસ્લામાબાદ : પોતાના જ ખાસ મિત્ર સાઉદી અરબને આંખો દેખાડવાનું પાકિસ્તાનને મોંઘુ પડી ગયુ છે. સપનામાં પણ ન વિચાર્યુ હોય તેવા આકરા પગલાનો સામનો કરવાનો સમય તેના માટે આવ્યો છે.

વાત એમ હતી કે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ સાઉદીને કાશ્મીર મામલે ધમકાવી ટીકા કરી હતી. જેને લઇને સાઉદી અરબે તેલની સપ્લાય બંધ કરી દીધી અને કર્જ આપવાની પણ ના પાડી દીધી છે. એટલુ જ નહીં પાકિસ્તાનને આપેલ અરબ ડોલરનું દેણું પણ ફટાફટ ચુકવી દેવા સાફસાફ જણાવુ દીધુ છે.

આમ કાશ્મીરનો મામલો ઉઠાવીને પાકિસ્તાનને પસ્તાવાનો સમય આવ્યો છે. સાઉદી સાથેની મિત્રતામાં ભંગાણ થયુ છે. આમ તો જયારથી ભારત સરકારે  જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ ઉઠાવી છે ત્યારથી પાકિસ્તાન ભારતના આ પગલાની વિરૂધ્ધ ઇસ્લામિક સહયોગ સંગઠનની બેઠક બોલાવવા મથી રહ્યુ છે. રર મે ના કાશ્મીર મામલે ઓઆઇસીના સભ્યો પાસે સમર્થન માંગવામાં પાકિસ્તાન નિષ્ફળ રહયા પછી ઇમરાને કહયુ હતુ કે આનું એક કારણ એ છે કે અમારી પાસે અવાજ નથી. અમારામાં ભાગલા પડી ગયા છે.

(1:52 pm IST)