Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

ફ્રોઝન સી ફુડ પણ સલામત નથી : ચીનમાં આવા પેકેટમાં મળી આવ્યો કોરોના વાઇરસ

બેઇઝીંગ : એક તરફ કોરોના વાઇરસની રસી માટે દુનિયા આખી મહેનતમાં લાગી છે. ત્યારે બીજી તરફ ફ્રોઝન સી-ફુડના પેકેટમાં પણ કોરોના વાઇરસ મળી આવ્યાની ચીનની ઘટનાએ સૌને ચોકાવી દીધા છે.

ચીની પ્રશાસનનું કહેવુ છે કે ઇમ્પોર્ટ કરવામાં આવેલ ફ્રોઝન સીફુડ પેકેટ પર કોરોના વાઇરસ મળી આવ્યો છે. આ વાઇરસ કઇ રીતે તેમાં આવ્યો તેની પુષ્ટી  હજુ થઇ નથી. ફ્રોઝન સીફુડની શીપમેંટ ચીનના પોર્ટ સીટી દાલિયાનના બંદર પર પહોચેલ. યાંતઇની ત્રણ કંપનીઓએ આ ફ્રોઝન સીફુડની ખરીદી કરી હતી. યાંતઇ સરકારે કહ્યુ છે કે સીફુડ દાલિયાનમાં આવેલ શીપમેંટમાંથી જ આવ્યુ છે  પરંતુ ત્યાં કયાંથી આવ્યુ તેની જાણકારી નથી.

હાલ તો ફ્રોઝન સીફુડના પેકીંગમાં મળી આવેલ કોરોના વાઇરસને લઇને ભારે હડકમ્પ મચી ગયો છે. ચીને ઇકવાડોરથી ફ્રોઝન સીફુડની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે.

(1:51 pm IST)
  • લોન દેવા માફીની મુદત હવે નહિ વધે? : ટોચના વર્તુળો જણાવે છે કે આ મહિના પછી દેવા- માફીની મુદત લંબાવવાની તરફેણમાં મોદી સરકારન નથી. (ન્યુઝફર્સ્ટ) access_time 4:02 pm IST

  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં ઘેર ઘેર ગુંજ્યા નંદ ઘેર આનંદ ભયો ના નાદ : ભાવિકોએ કૃષ્ણજન્મોત્સવ ઉજવાયો :દ્વારકા સહિતના મંદિરોમાંથી લાઈવ દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી access_time 12:20 am IST

  • ન્યુઝીલેન્ડનાં પ્રધાનમંત્રી જેસેંડિયા આર્ડેનએ ન્યુઝીલેન્ડ સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે ન્યુઝલિંક સંસ્થાનાં એક કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા અને ત્યાં ન્યુઝીલેન્ડ સ્થિત ભારતીયો સાથે ભારતીય ખાણું પૂરી, દાળ અને છોલેનો સ્વાદ માણ્યો હતો, તેવું ન્યુઝીલેન્ડ સ્થિત ભારતીય હાઈ કમિશનર મુક્તેશ પરદેશીએ તેમના લિન્ક્ડઈન હેન્ડલ ફોટાઓ શેર કરતા જણાવ્યું છે access_time 10:25 pm IST