Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

બેંગલુરૂમાં ૧૪૪મી કલમ લાદી દીધી : કેટલાક વિસ્તારોમાં કર્ફયુનો અમલ : ૬૦ પોલીસને ઇજા

ગઇ રાત્રે હિંસક બનાવોના પગલે બેંગલુરૂમમાં આજે ૧૪૪મી કલમ લાગુ કરાયેલ છે. ૪થી વધુ વ્યકિતના એકત્ર થવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે.

ફેસબુક પેઇજ ઉપર કોંગી ધારાસભ્યના કોઇ સંબંધીએ મોહમ્મદ પયગંબર સાહેબ અંગે વાંધાજનક પોસ્ટ મૂકવાના પગલે બેંગલુરૂના ડી.જી. હલ્લી, કે.જી. હલ્લી અને કવલબાયરા સાંપ્રા વિસ્તારોમાં ભારે તોફાન ફાટી નીકળેલ હતા. આ વિસ્તારોમાં કર્ફયુ લાદી દીધો છે.

લગભગ ૬૦ પોલીસો ઇજાગ્રસ્ત થયા છે. આ તોફાનોમાં પોલીસ સ્ટેશનમાં ઘેરાઇ ગયેલા પ૦ થી ૭૦ પોલીસને બચાવવા ખુલ્લો ગોળીબાર કરવો પડેલ જેમાં ૩ના મોત થયા છે અને પ ઘવાયા હતાં.

આ ફેઇસબુક પોસ્ટ માટે પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજા નવીનની ધરપકડ કરી છે.

અનેક વાહનો સળગાવી દેવાયા, પોલીસ ચોકીને ઘેરી પથ્થરમારો થયો, ધારાસભ્યના મકાન ઉપર હુમલો કરી મોટી તોડફોડ કરવામાં આવી હતી. એકાદ હજારનું ટોળુ તોફાને ચડેલ. ૧૧૦થી વધુની ધરપકડ થઇ છે. લઘુમતી યુવકોએ આ વિસ્તારના એક મંદિર ફકતી માનવ સાંકળ રચી લીધાની વીડીયો પણ વાયરલ ફરતી થઇ છે.

(1:18 pm IST)