Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સોનામાં ૧૦ ગામે વધુ ર૯૦૦ અને ચાંદીમાં ૬૦૦૦ રૂ.નો કડાકો

રશિયાએ કોરોનાની વેકસીન શોધતા જ ગાબડાનો દોર : ચાનાના ભાવ ઘટીને પ૩૦૦૦ અને ચાંદીના ભાવ ઘટીને ૬ર,૦૦૦ રૂ.થયા : બે દિ'માં સોનામાં ૧૦ ગ્રામે ૪પ૦૦ અને ચાંદીમાં ૧ર૦૦૦ રૂ. ઘટી ગયા

રાજકોટ, તા. ૧૭ : રશિયાએ કોરોનાની વેકસીન શોધ્યાના પગલે સોના-ચાંદીમાં ગઇકાલથી શરૂ થયેલ ગાબડાનો દોર આજે પણ યથાવત રહ્યો છે. આજે સોનામાં ૧૦ રામે વધુ ર૯૦૦ રૂ.નો કડાકો થતા સોનું સ્ટાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ પપ૯૦૦ રૂ. હતાં તે ઘટીને પ૩,૦૦૦ રૂ. થઇ ગયા હતાં. સોનાની સાથે ચાંદીમાં પણ પ૦૦૦ રૂ.નો કડાકો થતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ગઇકાલે ૬૮૦૦૦ રૂ. હતાં તે ઘટીને આજે ૬ર,૦૦૦ રૂ. થઇ ગયા હતાં. બે દિ'માં સોનામાં ૧૦ ગ્રામે ૪પ૦૦ રૂ. અને ચાંદીમાં બે દિ'માં ૧ર૦૦૦ રૂ. નીકળી ગયા છે.

(12:31 pm IST)