Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

જીડીપીમાં આઝાદી પછીના સૌથી મોટા ઘટાડાની આશંકા : રાહુલ ગાંધીએ કહ્યું- મોદી હે તો મુમકીન હૈ

ઇન્ફોસિસના કો -ફાઉન્ડર એન નારાયણ મૂર્તિની આશંકાને ટાંકીને રાહુલ ગાંધીએ કટાક્ષ કર્યો

નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે ઉભા થયેલા સંકટની સૌથી મોટી અસર અર્થવ્યવસ્થા પર પડી રહી છે. ઇન્ફોસિસના કો-ફાઉન્ડર એન. નારાયણ મૂર્તિએ આશંકા વ્યક્ત કરી છે કે આ વખતે આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો GDPમાં જોવા મળી શકે છે. આ નિવેદનને લઇને કોંગ્રેસનાના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન તાક્યું છે. રાહુલ ગાંધીએ આ નિવેદનને ટાંકીને લખ્યું કે 'મોદી હે તો મુમકીન હે'.

  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના સંકટ પહેલાથી જ ભારતના GDPમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ લોકડાઉનના પગલે તેમાં વધારો ઝટકો લાગ્યો. દુનિયાની ઘણી એજન્સીઓએ ભારતના GDPમાં 9 ટકા સુધીના ઘટાડા અંગે શક્યતા વ્યક્ત કરી હતી.

આ વચ્ચે ઇન્ફોસિસિના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિનું ભારતના GDPને લઇને નિવેદન સામે આવ્યું. જેમાં નારાયણ મૂર્તિએ કહ્યું કે અર્થવ્યવસ્થાને ઝડપથી પાટા પર લાવવી જોઇએ. આ વખતે GDPમાં આઝાદી પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે.

(12:15 pm IST)