Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

બોઇંગનું ૭૩૭ મેકસ પ્લેન વેચાણ સાવ ઠપ્પ : ધડાધડ ૪૩ ઓર્ડરો કેન્સલ : ર૦૧૮ અને ર૦૧૯ ની દુર્ઘટનામાં ૧૮૯ અને ૧પ૭ લોકોના મોત નિપજયા હતાં

વોશિંગન : વિમાન બનાવનારી કંપની બોઇંગ જુલાઇમાં એકપણ ૭૩૭ મેકસ વિમાનનું વેચાણ થયું નથી. ગ્રાહકોએ બુક કરાવેલા ૪૩ વિમાનના ઓર્ડર પણ રદ્દ કરી નાખવામાં આવ્યા હતાં. ઇન્ડોનેશીયા અને ઇથોપિયાની વિમાન દુર્ઘટનામાં શામેલ કંની મેકસ વિમાનો ઉપર પ્રતિબંધનો સામનો કરી રહ્યું છે. આ સિવાય કોવિડ-૧૯ મહામારીના પગલે પણ હાલત ખરાબ છે.

આ અગાઉ જુનમાં પણ બોઇંગના ૬૦ પ્લેનના ઓર્ડર રદ્દ થયાના સમાચાર સુધીમાં ૮૦૦ વિમાનોના ઓર્ડર કેન્સલ થતાં નુકશાની વેઠવી પડી છે.

ગત સપ્તાહ દરમ્યાન અમેરિકાના વિમાની નિયામક ફેડરલ અવિએશન એડમીનીસ્ટ્રેેશનના મેકસ વિમાનના ડિઝાઇન બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી જે આ વર્ષના અંતમાં અથવા ર૦ર૧૦ પ્રારંભે આગમન થવાની શકયતા છે.

નોંધનીય કે ઓકટોબર ર૦૧૯માં ઇથોપિયાના વિમાનની કંપનીના વિમાન દુર્ઘટના ગ્રસ્ત બન્યા હતાં. આ બન્ને વિમાન બોઇંગના ૭૩૭ મેકસ ૮ હતા. આ દુર્ઘટનામાં ક્રમશઃ ૧૮૯ અને ૧પ૭ લોકોના મોત નિપજયા હતાં. ત્યારબાદ મેકસના વિમાનોને ઉડવા પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.

(11:41 am IST)