Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

આજે નીતિ આયોગની મહત્વની બેઠકઃ કોરોનાની ત્રણ-ત્રણ વેકસીન ટ્રાયલમાં: નીતિ આયોગના ડો.વી.કે. પૌલની અધ્યક્ષતામાં મહત્વના નિર્ણયો લેવાશે

નવી દિલ્હી : નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલની અધ્યક્ષતામાં કોરોના વાયરસ અંતર્ગત એક ખાસ બેઠક મળનાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર એકસપર્ટ કમીટીની બેઠક કોરોના વાયરસના વેકસીન અંતર્ગત મળી રહી છે.

જેમાં તમામ બાબતો ઉપર ચર્ચા કરવામાં આવશે. આ કમિટી કોરોના વેકસીન બનાવનાર તમામ મેન્યુ ફેકચરર્સ અને રાજય સરકારો સાથે ખાસ બાબતો ઉપર ચર્ચા કરશે. રૂસે કોરોનાની વેકસીન બનાવી લીધાનું જાહેર કર્યા બાદ આ બેઠકમાં કોઇ ઠોસ નિર્ણય લેવાય તેવી સંભાવના છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ટવીટ પણ જાહેર કરવામાં આવ્યું હતું ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા અનુસાર ભારત ત્રણ કોવિડ-૧૯ વેકસીનની અલગ-અલગ કલીનીકલ રીતે ટ્રાયલ કરી ચુકયું છે.

આઇસીએમઆરના વૈજ્ઞાનિક પ્રોફેસર બલરામ ભાર્ગવે કહ્યું અમારી પાસે ત્રણ કોરોના વેકસીન છે, જેતું અલગ-અલગ ભાગોમાં ટ્રાયલ થઇ રહ્યું છે જેમાં ભારત બાયોટેક વેકસીન અને જયુડસ કેડીલાના ડીએનએ વેકસીનનું પ્રથમ ચરણ પુરૂ કરી લઇ બીજા ચરણમાં છે.

આ સિવાય ત્રીજુ વેકસીન ઓકસફોર્ડનું વેકસીન છે જેસીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાએ બનાવ્યુ઼ છે. બીજા અને ત્રીજા ચરણ માટે કલીનીકલ ટ્રાયલની મંજુરી મળી ગઇ છે. જે એક સપ્તાહની અંદર ૧૭ જગ્યાએ શરૂ થનાર છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતનો આંકડો રર લાખને વટાવી ગયો છે.

(11:42 am IST)