Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

રાફેલ વિમાનોની ખરીદી બાદ ભારત વધુ ૧૦૬ સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ ખરીદશે

ભારત સતત પોતાની સુરક્ષા મજબૂત કરવામાં લાગ્યું છેઃ હિંદુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવનાર આ વિમાન HTT-40 બેસિક ટ્રેનર છે

નવી દિલ્હી: લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા તણાવને જોતાં ભારત સતત પોતાની સુરક્ષા મજબૂત કરવામાં લાગ્યું છે. રફાલ વિમાનોની ખરીદી બાદ રક્ષા મંત્રાલયે 106 સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ ખરીદવાની મંજૂરી આપી દીધી છે. આ વિમાન હિંદુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડ (HAL) પાસેથી ખરીદવામાં આવશે. આ ઉપરાંત સેના અને કોસ્ટ ગાર્ડ માટે પણ સામાન ખરીદવાને મંજૂરી આપવામાં આવી છે.  

સૂત્રોના જણાવ્યા અનુસાર HAL પાસેથી ખરીદવામાં આવનાર વિમાન HTT-40 બેસિક ટ્રેનર હશે. આ સાથે જ ટેન્ક ભેદી ગોળા ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કોસ્ટ ગાર્ડના જહાજોમાં લાગનાર તોપોની ખરીદીને પણ રક્ષા મંત્રાલયે પોતાની સ્વિકૃતિ આપી છે. આ રક્ષા સોદા પર કુલ 8722.88 કરોડ રૂપિયા ખર્ચ થશે. 

તમને જણાવી દઇએ કે ગરમીઓમાં યુદ્ધાભ્યાસના બહાને ચીન લદ્દાખમાં સેનાનો જમાવડો કર્યો અને ત્યારબાદ પૈંગોગ સરોવર, દેપસાંગ પ્લેન, ગોગરા, ગલવાન સહિત ઘણા ભાગોમાં અતિક્રમણ કરી લીધું.  ગલવાનમાં 15 જૂનના રોજ બંને દેશોની સેનાઓમાં હિંસક અથડામણ અને સતત વાતચીત બાદ ગોગરા, ગલવાન અને હોટ સ્પ્રિંગમાં ડિસએંગેજમેન્ટ કરવાને લઇને સહમત થઇ ગયું. 

પરંતુ પૈંગોંગ સરોવર અને દેપસાંગ વિસ્તારમાં ચીને અત્યાર સુધી પોતાના સૈનિકોને પાછળ ખસેડ્યા નથી અને સતત હથિયારોની સંખ્યા વધારવામાં લાગી છે. તેના ખતરનાક ઇરાદોને સમજીને ભારત પણ સતત પોતાની સેનાઓને અસ્ત્ર-શસ્ત્રથી સજ્જ કરવામાં લાગી છે. 

(9:52 am IST)