Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

હોંગકોંગ એરપોર્ટને હજારો પ્રદર્શકારીઓએ લીધું બાનમાં :સુરક્ષાના કારણે તમામ ફ્લાઇટો કેન્સલ

પોલીસ દમનણ વિરોધમાં હજારો પ્રદર્શનકારીઓ એરપોર્ટ પહોંચ્યા

 

હોંગકોંગમાં મોટાપાયે પ્રદર્શન ચાલી રહ્યું છે.હોંગકોંગ એરપોર્ટ્સ ઉપર હજારો પ્રદર્શનકારીઓના પહોંચ્યા હતા.ત્યારે કોઇ આકસ્મિક ઘટના સર્જાય નહી તે માટે તમામ ફ્લાઇટની ઉડાન રદ કરવામાં આવી છે. હોંગકોંગનું એરપોર્ટએ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક ગણાય છે.

 

ત્યાં સ્થાનિક પોલિસ દ્વારા કરાયેલા દમનના વિરોધમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓએ હોંગકોંગના એરપોર્ટને બાનમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો.

  એરપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે, અહીંયાથી ટેકઓફ થનાર એવી ફ્લાઇટ જેમની ચેક-ઇનની પ્રોસેસ પૂર્ણ થઇ ગઇ છે અને એવી અન્ય સ્થળોથી હોંગકોંગ આવતી એવી ફ્લાઇટો જેમણે ઉડાન ભરી લીધી છે તેમને રદ કરવામાં આવી નથી. તે સિવાયની તમામ ફ્લાઇટોની ઉડાન આજે રદ કરવામાં આવી છે.

(11:59 pm IST)