Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

મુઝફ્ફરનગરમાં સ્વાગત સમારોહમાં અફરાતફરી પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહની આંગળી કપાઈ

મહિલા કાર્યકરોએ સન્માન કરવા કોશિશ કરતા ગાડીમાંથી ઉતરતી વેળાએ ડાબા હાથની આંગળી કપાઈને હાથથી અલગ થઈ ગઈ.

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના સર્ક્યુલર રોડ પર સ્વાગત સમારોહ દરમિયાન અફરા-તફરી મચી હતી. આ દરમિયાન સ્વતંત્ર દેવ સિંહના ડાબા હાથની ટચલી આંગળી કપાઈને હાથથી અલગ થઈ ગઈ હતી .સ્વતંત્ર દેવને વર્ધમાન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. ડીએમ, એસપી સહિત કેટલાય પ્રસાસનિક અધિકારી તેમને મળવા પહોંચી ગયા છે.

  આ અંગેની વિગત મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ મુઝફ્ફરનગરના સર્ક્યુલર રોડ પહોંચ્યા હતા. ત્યારે કેટલીક મહિલા કાર્યકર્તાઓએ તેમનું સન્માન કરવાની કોશિશ કરતા કાર્યકર્તાઓને જોઈ સ્વતંત્રતા દેવ સિંહ ગાડી પરથી ઉતરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમના ડાબા હાથની આંગળી કપાઈને હાથથી અલગ થઈ ગઈ હતી સ્વતંત્ર દેવ સિંહની આંગળી કપાયા બાદ કાર્યકર્તાઓએ  તેમને તુરંત સ્થાનિક હોસ્પિટલે દાખલ કર્યા હતા જ્યાં તેમના હાથની સર્જરી કરવામાં આવી હતી

  સ્વતંત્ર દેવની આંગલી કપાવવા મામલે મુખ્ય સચિવ અવનીશ અવસ્થએ કહ્યું કે ડાબા હાથની ટચલી આંગળીમાં વાગ્યું હતું. ડૉક્ટર્સ તેમનો ઈલાજ કરી રહ્યા છે. ડીએમસ, એસએસપી અને વરિષ્ઠ તેના તેમની સાથે છે. તેમની દેખભાળ સારી રીતે કરવામાં આવી રહી છે.

 હાલમાં જ ભાજપે સ્વતંત્ર દેવ સિંહને ઉત્તર પ્રદેશના નવા અધ્યક્ષ ચૂંટ્યા હતા. સ્વતંત્ર દેવ સિંહ ઓબીસી સમુદાયમાંથી આવે છે. તેમણે કાર્યકર્તાઓથી લઈ સંગઠનકર્તા સુધીની સફર ખેડી. ભાજપ પ્રદેશ અધ્યક્ષની સાથે જ સ્વતંત્ર દેવ સિંહ હાલના સમયમાં યોગી સરકારમાં પરિવહન મંત્રી છે.

(11:50 pm IST)