Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

જમ્મુ-કાશ્મીર અને લદાખમાં ઉદ્યોગો સ્થાપવા અનેક જૂથોએ વડાપ્રધાન મોદીનો કર્યો સંપર્ક

વડાપ્રધાન અને ગૃહમંત્રીને અભિનંદન પાઠવ્યા ;મનસુખ માંડવીયા

અમદાવાદ: દેશના અનેક ઉદ્યોગ ગૃહોએ જમ્મુકાશ્મીર અને લદ્દાખમાં ઉદ્યોગો સ્થાપવા માટે વડાપ્રધાનનો સંપર્ક કર્યો હોવાનો દાવો કેન્દ્રીય મંત્રી મનસુખ માડવીયાએ કર્યો છે. છેલ્લા 70 વર્ષથી ચાલી આવતી 370ની કલમ રદ કરવા અંગે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ  શાહને અભિનંદન પાઠવ્યા તેમણે કહ્યું કે, કલમ 370 હટતાં કાશ્મીર અને દેશના નાગરિકો ખુશ થયા છે. બંને તરફથી નિર્ણયનો આવકાર કરવામાં આવ્યો છે

આર્ટિકલ 370 હેઠળ દેશનો કોઇપણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો નહોતો, પરંતુ કલમ રદ થતાં દેશનો કોઇપણ નાગરિક સંપત્તિ ખરીદી શકશે. કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરને અલગ ઝંડાની જોગવાઇ હતી. અને દેશનો કોઇપણ કાયદો ત્યાં લાગુ પડતો નહોતો.

(11:06 pm IST)