Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

મુકેશ અંબાણીની મોટી જાહેરાતો

રિલાયન્સ જીઓએ ૩૪ કરોડ યુઝર્સ મેળવ્યા

નવી દિલ્હી, તા.૧૨ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ આજે કંપનીની વાર્ષિક બેઠકમાં અનેક મોટી જાહેરાત કરી હતી. સૌથી મોટી જાહેરાત જીઓ ગીગાફાઈબરના લોન્ચિંગને લઇને કરવામાં આવી હતી. અંબાણીએ એકબાજુ જીઓ ગીગાફાઇબરના પેકેજ અને લોન્ચિંગ ડેટની જાહેરાત કરી હતી. બીજી બાજુ એમઆર અથવા તો મિક્સ્ડ રિયાલીટી, સેટઅપ બોક્સ સહિત અન્ય અનેક જાહેરાતો પણ કરી હતી. મુકેશ અંબાણીએ જાહેરાત કરતા કહ્યું હતું કે, જીઓ ગીગાફાઈબરની કોમર્શિયલ લોન્ચિંગ ૫મી સપ્ટેમ્બરના દિવસે કરવામાં આવશે. મુકેશ અંબાણીએ કઇ મોટી જાહેરાત કરી તે નીચે મુજબ છે.

*       કંપની પાંચમી સપ્ટેમ્બરના દિવસે જીઓ ગીગાફાઇબરની શરૂઆત કરશે

*       રૂઆતમાં દેશના ૧૬૦૦ શહેરમાં સુવિધા ઉપલબ્ધ કરાવાશે

*       ગીગાફાઇબરનું કનેક્શન લેનાર ગ્રાહકોને હાઈસ્પીડ બ્રોડબેન્ડ ઉપરાંત લેન્ડ લાઈન કોલિંગ, જીઓ આઈપીટીવીની સાથે સ્માર્ટ હોમ સોલ્યુશન મળશે

*       જીઓ ગીગાફાઈબર પ્લાનની કિંમત ૭૦૦ રૂપિયાથી લઇ ૧૦૦૦૦ રૂપિયા વચ્ચે રહેશે

*       જીઓ ગીગાપાઇબરના સૌથી ઓછા પ્લાનમાં યુઝર્સને ૧૦૦ એમબીપીએસ સ્પીડ મળશે જ્યારે પ્રિમિયર પેકમાં સ્કીમ ૧ જીબીપીએસ મળશે

*       રિલાયન્સ જીઓએ ૩૪૦ મિલિયન અથવા તો ૩૪ કરોડ યુઝર્સનો આંકડો હાંસલ કરી લીધો છે

*       મુકેશ અંબાણી ગ્રોથમાં રિલાયન્સની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે

*       રિલાયન્સ જીઓ દેશમાં સૌથી મોટા મોબાઇલ નેટવર્ક તરીકે છે

*       રિલાયન્સ જીઓ દુનિયામાં બીજા સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર છે

*       દર મહિને એક કરોડ નવા કસ્ટમરો જોડવામાં આવી રહ્યા છે

*       જીઓ હોમ બ્રોડબેન્ડ માટે ૧૬૦૦ વિસ્તારોથી ૧૫ મિલિયન રજિસ્ટ્રેશન મળ્યા છે

*       ૨૦ મિલિયન રેસિડેન્ટ અને ૧૫ મિલિયન બિઝનેસ પહેલી સુધી પહોંચવાની યોજના છે

*       જીઓ ગીગાફાઇબર એક વર્ષમાં દેશભરમાં પહોંચશે

*       ગીગાફાઇબર ૫૦ લાખ ઘર સુધી પહોંચી ચુક્યુ છે

*       એક અબજ ઘરને જીઓ ઇન્ટરનેટ ઓફ થીક્સ સાથે જોડવાનું લક્ષ્ય છે

*       આગામી ૧૨ મહિનામાં જીઓ ફાઇબરનું કામ પૂર્ણ થશે

*       જીઓ દ્વારા સેટઅપ બોક્સની શરૂઆત કરવામાં આવી છે

(8:12 pm IST)