Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

સીરીયામાં લશ્કર અને બળવાખોરો વચ્ચે યુધ્ધ ૫૫ સૈનિકોના મોત

બેરૂતઃઉત્ત્।ર પશ્ચિમ સીરિયા સરકારના સમર્થકો અને વિદ્રોહીઓ વચ્ચે થયેલા સંદ્યર્ષ દરમિયાન શનિવારે ૫૫ સૈનિકોના મોત થયા હતા. સંઘર્ષ પર નજર રાખતી સંસૃથાના અહેવાલ પ્રમાણે સરકારી દળોએ વિદ્રોહીઓના નિયંત્રણમાં રહેલા ક્ષેત્રોને પોતાના કબજામાં લેવાના પ્રયાસ હજુ પણ જાળવી રાખ્યા છે.  જિહાદી સમૂહ હયાત તહરીર અલ શામે જાન્યુઆરી મહિનાથી ઇદલિબ પ્રાંત ઉપરાંત પાડોશમાં રહેલા હમા, એલેપ્પો અને લતાકિયા પ્રાંતોને પોતાના નિયંત્રણમાં કરેલા છે. આ ઉપરાંત કેટલાક અન્ય સશસ્ત્ર બાગી સમૂહો પણ તે વિસ્તારમાં કામ કરી રહ્યા છે. આ તરફ યમનના સરકારી દળો અને દક્ષિણ અલગાવવાદીઓ વચ્ચે સતત ત્રીજા દિવસે શુક્રવારે પણ આૃથડામણ ચાલુ રહી હતી અને તેમાં પાંચ નાગરિકો સહિત ૨૦થી વધારે લોકોના મોત થયા હતા. આ પ્રકારની આૃથડામણો યમનના લોહીયાળ ગૃહ યુદ્ઘને વધારે જટિલ બનાવે તેવી શકયતા જણાઈ રહી છે. 

(4:02 pm IST)