Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ગાયના છાણમાંથી બનાવાયેલ પેઇન્ટસ ટુંક સમયમાં બજારમાં મળશે

ખાદી ગ્રામોદ્યોગને મળી સફળતાઃ કલરમાં કોઇ કેમીકલ નથીઃ પશુપાલકોને વધારાની આવક મળશે

નવી દિલ્હીઃ દેશમાં ગાયના છાણમાંથી પેઇન્ટસ બનાવવાનું કામ શરૂ થઇ ગયું છે. એમએસએમઇ મંત્રાલય હેઠળના ખાદી ગ્રામદ્યોગના જયપુર યુનિટમાં પ્રોડકશનને સફળતા મળી છે.

છાણમાંથી બનતુ પેઇન્ટસ અન્ય પેઇન્ટસની જેમ જ છે અને તેનો કોમર્શીયલ ઉપયોગ પણ થઇ શકશે. ખાદી ભંડાર ટુંક સમયમાં જ પેઇન્ટસની માર્કેટીંગની તૈયારી શરૂ કરનાર છે.

ખાદી ભંડારના સીએમડી વીકે સકસેનાએ જણાવેલ કે છાણમાંથી  પેઇન્ટસ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. સામાન્ય રીતે ૧ લીટરની કિંમત ૨૨૫ રૂપિયા છે. જયારે છાણમાંથી બનાવાયેલ પેઇન્ટસ ૧૧૦ રૂપિયાનું પ્રતિલીટરમાં ઉપલબ્ધ થશે. હાલ મધમાખી પાલનમાં ઉપયોગમાં  લેવાતા બોકસને રંગવામાં ઉપયોગમાં લેવાય રહયો આ પેઇન્ટસ અનેક રંગોમાં ઉપલબ્ધ થશે. ગાયના છાણથી ઘરની દિવાલોમાં લીપણ કરવાની ભારતની પરંપરા સદીઓથી છે.

છાણમાંથી બનાવાયેલ પેઇન્ટસ અન્ય ડિસ્ટેમ્પરની જેમ જ છે. તેની ખાસીયત છે કે તેમા કોઇપણ હાનીકારક કેમીકલનો ઉપયોગ કરાયો નથી. વીકે સકસેનાએ વધુમાં જણાવેલ કે પેઇન્ટસના ઉત્પાદનમાં વધુ છાણની જરૂર પડે છે. અને તે માટે ખરીદીની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. પાંચ રૂપિયા કિલોના ભાવે છાણ ખરીદાય રહ્યું છે. એક પ્રાણી દિવસમાં ૮ થી ૧૦ કિલો છાણ કરે છે. જેથી ખેડુતો માલધારીઓને દરરોજ પ્રાણી દિઠ ૫૦-૬૦ રૂપિયાની વધારાની આવક મળી શકશે.

(3:54 pm IST)