Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

''છડી મુબારક'' હવે હેલિકોપ્ટર દ્વારા અમરનાથ ગુફા જશે

અમરનાથ યાત્રા સંપન્ન કરવા જમ્મુ-કાશ્મીરના રાજયપાલ શાસનનો નિર્ણય

જમ્મુ તા. ૧રઃ પરંપરાને જીવંત રાખવા માટે રાજયપાલ શાસને અમરનાથ યાત્રાના પ્રતિકરૂપ છડી મુબારકને હવે હેલિકોપ્ટર દ્વારા અમરનાથ ગુફા સુધી પહોંચાડીને તેને સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો છે જેથી અમરનાથ યાત્રા પૂર્ણ થયેલી માની શકાય.

પવિત્ર ''છડી મુબારક'' તેના નિર્ધારીત કાર્યક્રમ અનુસાર શનિવારે પહેલગામ નહોતી પહોંચી શકી. પવિત્ર છડી મુબારક હવે હેલીકોપ્ટર દ્વારા જ પવિત્ર ગુફાએ પહોંચશે અને તે ૧૪ ઓગસ્ટે પોતાના વિશ્રામ સ્થળ દશનામી અખાડાથી રવાના થશે. પવિત્ર ગુફામાં છડી મુબારકનો પ્રવેશ ૧પ ઓગસ્ટ રક્ષાબંધનની સવારે થશે. આ સાથે જ બાબા બર્ફાનીના દર્શનની સાથે જ શ્રી અમરનાથ યાત્રા ર૦૧૯ પણ પૂર્ણ થઇ જશે.

સંબંધિત અધિકારીઓએ જણાવ્યું કે ખીણમાં તંગદિલીને ધ્યાનમાં રાખીનેઢ કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે છડી મુબારકના સંરક્ષક મહંત દીપેન્દ્રગીરી સાથે મીટીંગ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે છડી મુબારકની રવાનગીને ૧૪ ઓગસ્ટ સુધી રોકી શકાય છે પણ તેને અમરનાથ ગુફામાં પહોંચાડવી આવશ્યક છે.

શ્રીનગરના જીલ્લા ઉપાયુકત ડોકટર શાહિદ ઇકબાલ ચૌધરીએ કહ્યું કે અમરનાથની છડી મુબારક શનિવારે પહેલગામથી રવાના નથી થઇ મહંત દીપેન્દ્રગીરી અને અન્ય સંત મહાત્માઓ સાથે થય.ેલી વાતચીતમાં નકકી કરાયું હતું કે છડી મુબારક હવે ૧૪ ઓગસ્ટે દશનામી અખાડાથી રવાના થશે. તેને હેલિકોપ્ટર દ્વારા પવિત્ર અમરનાથ ગુફામાં પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શ્રી અમરનાથની વાર્ષિક તીર્થયાત્રા એક જુલાઇએ શરૂ થઇ હતી. પણ પ્રશાસને ખીણની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ર ઓગસ્ટે સ્થગિત કરી દીધી હતી. યાત્રા ૧પ ઓગસ્ટે પૂર્ણ થવાની હતી. આ વર્ષે લગભગ સાડા ત્રણ લાખ શ્રધ્ધાળુઓએ પવિત્ર હિમલીંગના દર્શન કર્યા હતાં.

(3:53 pm IST)