Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કલમ ૩૭૦ હટાવાયા પછી

શ્રીનગરના વેપારીઓને ૧૦૦૦ કરોડનું નુકશાન

વિવિધ પ્રતિબંધોને કારણે રોજનું ૧૭૫ કરોડનું નુકશાન થાય છે વેપારને

શ્રીનગર, તા.૧૨: જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાઇ અને રાજયનું પુનર્ગઠન થયા પછી ખાલી શ્રીનગરમાં જ વેપારીઓને લગભગ ૧૦૦૦ કરોડનું નુકશાન થયું છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ) ના એક સભ્ય અનુસાર, કાશ્મીરમાં રોજનું સરેરાશ ૧૭૫ કરોડનું નુકશાન થઇ રહ્યું છે. અધિકારીઓ દ્વારા લગાવાયેલા પ્રતિબંધોના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

બકરી ઇદના તહેવાર પર ભારે વેપારની આશા રાખીને બેઠેલા લોકોમાં સૌથી વધુ નુકશાન પશુઓનો ધંધો કરનારા લોકોની સાથે સાથે બેકરીવાળાઓને પણ આર્થિક નુકશાન થયું છે. કેમ કે લોકો ખરીદી માટે ઘરની બહાર નથી નીકળી શકતા. બેકરીવાળાઓને લગભગ ૨૦૦ કરોડનું નુકશાન ભોગવવું પડયું છે કેમ કે તેમના ઉત્પાદનો લાંબો સમય નથી ચાલતા

(3:52 pm IST)