Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૩૪ કરોડ યુઝર સાથે JIO ભારતની નંબર વન ટેલિકોમ કંપની બની : મુકેશ અંબાણી

૪રમી વાર્ષિક બેઠકમાં મુકેશ અંબાણીએ કર્યુ સંબોધન : જીઓ સાથે દર મહિને ૧ કરોડ ગ્રાહકો જોડાઇ રહ્યા છે : વર્ષ -ર૦૩૦ સુધીમાં ભારત ૧૦ ટ્રીલિયન ડોલરની ઇકોનોમીવાળો દેશ હશે : રીલાયન્સમાં સાઉદી અરામકો ૭પ અબજ ડોલરનું રોકાણ કરશે : તે દેશનું સૌથી મોટું વિદેશી રોકાણ હશે

નવી દિલ્હી, તા. ૧ર : મુકેશ અંબાણીએ ૪૨જ્રાક એન્યુલ મિટિંગના સંબધોનમાં સંસ્કૃતના તમસો મા જયોર્તિગમયના શ્લોકનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા દેશમાં ડિજિટલ ક્ષેત્રમાં અંધારું હતું. પરંતુ હવે જયારે આ ૫ સપ્ટેમ્બરે જિયોને ત્રણ વર્ષ પુરા થવા જઈ રહ્યાં છે ત્યારે દેશમાં ડિજિટેલ ક્ષેત્રમાં પ્રકાશ પથરાયો છે. તેમણે ૩૪ કરોડ યુઝર સાથે થ્ત્બ્ ભારતની નંબર વન અને દેશની બીજા નંબરની ટેલિકોમ કંપની બની હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સિવાય કંપનીએ દેશમાં સૌથી વધુ જીએસટી અને ટેકસ ભર્યો હોવાની વાત પણ જણાવી હતી.

*બ્રોડબેન્ડની સાથે ફ્રી લેન્ડલાઇન ફોન મળશે.  * એક જીબીપીએસ સુધીની સ્પીડ મળશે, ફ્રી સેટટોપ બોક્ષ મળશે.  * ૪ કે વીડિયો સપોર્ટ મળશે.  * જીયો ગીગાફાઇબર બ્રોડબેન્ડ માટે દેશના દરેક કેબલ ઓપરેટર્સની સાથે થશે પાર્ટનરશીપ સ્માર્ટ ટીવી પર મળશે વિડિયો કોન્ફરન્સીંગની સુવિધા : દરેક પ્રકારની ગેમનો સપોર્ટ મળશે.

(1:20 pm IST)