Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૩૨૮ ત્રાસવાદીઓ ફરાર છે : વ્યાપક શોધખોળ : ૧૫મી ઓગષ્ટે કાંકરીચાળો કરે તેવી શકયતા

૧૨ સંગઠનોના ત્રાસવાદીઓને પકડવા ઠેર ઠેર તપાસ : દરોડા

કાનપુર તા ૧૨  :  ૩૨૮ ફરાર થઇ ગયેલા આતંકવાદીઓની તલાસ દેશભરમાં થઇ રહી છે. ગૃહ મંત્રાલયે બધા રાજયોમાં  પોલીસ નિર્દેશકોને આખી માહીતી મોકલેલી છે. આમાં ઇન્ડીયન મુઝાહીદીન, ઉલ્ફા અને નકસલવાદીઓ સહીત ૧૨ થી વધારે આતંકવાદી સંગઠનોના સક્રિય સભ્યોના ફોટાઓ સહિતનું વર્ણન છે.

ઓફીસરો અનુસાર જમ્મુ કાશ્મીરની  હાલની ઘટનાઓ પછી ઘણા આતંકવાદી સંગઠનો સક્રિય થઇ ગયા છે. તે ૧૫ ઓષ્ટ પહેલા કોઇ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપી શકે છે, એટલા માટે ગૃહમંત્રાલયે ખુંખાર આતંકવાદીઓના વર્ણનના આધાર પર એ બધાની ધરપકડ માટે સહયોગ માંગ્યો છે. ૧૫ ઓગષ્ટ સુધી સધન અભિયાન ચલાવ્યા પછી બધા ઉચ્ચ અધિકારીઓને મોકલાયેલી ડાયરી પાછી લઇ લોવાશે.

કયા સંગઠનના કેટલા આતંકવાદીઓ

ઇન્ડીયન મુજાહીદીન ૧૪, લશ્કરએ તૈયબા ૨૮, અંસાર ગજાવત ઉલ હિન્દ કાશ્મીર ૦૩, હિજબુલ મુજાઅીદીન ૧૯, જૈશએ મહમ્મદ ૭૪, સિમી ૨૨, જમાત ઉલ મુજાહીદીન બંગલાદેશ ૦૬, આઇ.એસ.આઇ.એસ૧૦,શીખ ટેરેરીસ્ટ ૦૬, ઉલ્ફા ૦૮, પીપલ્સ રીવોલ્યુશનરી પાર્ટી ઓફ કાગ્લા પાર્ક મણીપુર ૦૬, ના આતંકવાદીઓના નામ આ ડાયરીમાં છે. આ ઉપરાત બીજા કેટલાક આતંકવાદીઓ પણ સક્રિય છે.

સોૈથી મોટો ખતરો યુપીના આતંકવાદીઓ

આઝમગઢના મિર્ઝા શાદાબ બેગ, સરાયમીરનો મહમ્મદ ખાલિદ, મહમ્મદ સાજીદ, શાદાબ અહમદ, ડો. શાહનવાઝ આલમ, અબુરા શીદ મહમ્મદ રાશીદ ઉર્ફે સુલતાન, ફહદ સહિતના યુપીના એક ડઝન આતંકવાદીઓનો ખતરો સોૈથી વધારે છે. આજ રીતે કાનપુરથી પકડાયેલા કમરૂદીનના સાથીદારો અને જમ્મુ કાશ્મીરમાં છુપાયેલા ઓસામા બિન જાવેદ, જહાંગીર સહિતના ત્રણ આતંકવાદીઓ પણ કોઇ ષડયંંત્રમાં ભગ લઇ શકે છે. જૈશે મહમ્મદનો ઓવેશ મલિક, ગુજરાતનો રસુલખાન અને હમાસ પાકિસ્તાનનું પણ જોખમ છે.

કાનપુર છે સિમી અને નકસલવાદીઓનો ગઢ

કાનપુર સિમીનો સોૈથી મોટો ગઢ છે. અહીં કેટલાય નકસલવાદીઓ પકડાઇ ચુકયા છે. ડાયરીમાં સિમીના સક્રિય સભ્યોમાં ગુજરાતના રફીક પટેલ, પૂણેના રિઝવાન અહેમદ, રાયપુરના અઝહરખાનના નામ સામેલ છે. ૨૦૦૦ ની સાલમાં અહીં સ્વતંત્રના દિવસની પૂર્વ સંધ્યાએ આતંકવાદીઓએ આર્યનગર ચોકમાં બોમ્બે વિસ્ફોટ કર્યો હતો. ૨૦૦૧ માં હિજબુલ મુજાહીદીનના કેટલાક લોકો પકડાયા હતા. ૨૦૦૨ માં મહમદ ઇમરાન ઉર્ફે મુન્ના પાકિસ્તાની સહિતના કેટલાય આતંકવાદીઓની ધરપકડ કરાઇ હતી.

(1:18 pm IST)