Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કાશ્મીર મુદ્દે ઈમરાન ખાને દુનિયાભરના દેશો પાસે ભીખ માગી

આરએસએસની નાઝી વિચારસરણીના પ્રભાવમાં આવીને કાશ્મીરમાં કફર્યુની સ્થિતી : ઈમરાન ખાન

ઈસ્લામાબાદ તા. ૧૨ : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા પર રઘવાયુ થયેલુ પાકિસ્તાન સતત દુનિયાભરનું ધ્યાન કાશ્મીર મુદ્દા તરફ આકર્ષિત કરવાની કોશિષ કરી રહ્યુ છે. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને હવે ટવીટ કરીને દુનિયાભરના દેશોમાંથી કાશ્મીરના મુદ્દા પર દખલ કરવાની અપીલ કરી છે. રશિયા, અમેરિકા, અને ચીન જેવા દેશોમાંથી કોઇ ભાવ ન મળતા બરાબરના ગિન્નાયેલા ઈમરાને હવે આરએસએસ પર ભડાસ કાઢી  છે તેમણે ટવીટ કરી કે આરએસએસની નાજી વિચારસણીના પ્રભાવમાં આવીને કાશ્મીરમાં કફર્યુની સ્થિીતી છે.

એટલુ જ નહી , ગિન્નાયેલા ઈમરાન ખાને કહ્યુ કે કાશ્મીરની ડેમોગ્રાફિને ચેન્જ કરવા માટે જાતિય સંહાર કરાઇ રહ્યો છે. તેમણે દુનિયાભરના  દેશોમાંથી પોતાના પ્રોપગેન્ડા ફેલાવતા દખલની અપીલ કરી છે. ઈમરાને કહ્યુ કે વૈશ્વીક સમુદાય ભારતને લઇ ચૂપ રહેશે, જેમ કે હિટલરના નરસંહારને લઇ મૌન હતા. ઈમરાન ખાને જમ્મુ કાશ્મીમાંથી કલમ ૩૭૦ હટાવવા  માટે આરએસએસને જવાબદાર ગણાવતા કહ્યુ કે આરએસએસની  વિચારધારા હિન્દુ શ્રેષ્ઠતાની  છે. ઈમરાને કહ્યુ કે શુ નાઝી આર્યન  શ્રેષ્ઠતાની જેમ જ  જમ્મુ કાશ્મીરમાં પણ આ ચાલુ રહેશે. આ સિવાય ભારતના મુસ્લીમોની સાથે પણ આ થવાનુ છે અને તેમનુ આગળનુ નિશાન પાકિસ્તાન હોઇ શકે.

અમે ઝીણાના બે રાષ્ટ્ર અને શેખ અબ્દુલાના ત્રણ રાષ્ટ્રના સિદ્ધાંતને ખતમ કર્યો : બીજેપી

ઈમરાનની ટિપ્પણી પર વળતો પ્રહાર કરતાં બીજેપીના નેતા રામ  માધવે કહ્યુ કે આના પરથી ખબર પડે છે કે દુનિયાભરમાં આંતક ફેલાવનાર પાકિસ્તાન કેટલુ ગિન્નાયેલુ છે. દુનિયાને પાકિસ્તાન પોષિત આતંકવાદથી પડકાર છે. ભારતથી કોઇ ખતરો નથી. તેમણે કહ્યુ કે અમે ઝીણાના બે રાષ્ટ્ર અને શેખ અબ્દુલાના ત્રણ રાષ્ટ્રના સિંદ્ધાંતને ખતમ કર્યો છે. તેમણે ઈમરાન પર પ્રશ્નો કરતા કહ્યુ કે શું તેઓ પાકિસ્તાનમાં ધાર્મિક આતંકવાદને ખતમ કરશે.

(1:16 pm IST)