Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કાશ્મીર સરહદે પાકિસ્તાની લશ્કર આગળ વધી રહ્યુ છે?

પાકિસ્તાની પત્રકારનો ધડાકોઃ સરહદ ઉપર ટેન્કોનો ખડકલો : ૧૪-૧૫ ઓગષ્ટ સુધીમાં મોટી નવા - જુની સર્જાવાની ભારે ચર્ચાઃ ભારતીય લશ્કર દુશ્મનોને ભરી પીવા તૈયાર

શ્રીનગર : કલમ ૩૭૦ નાબુદ થતા પાકિસ્તાન લાલઘૂમ થઇ ગયું છે અને કાશ્મીરને હડપવા માટેના હવાતિયાં મારી રહ્યું છે. હાલ એલઓસી પર ભારે તંગદીલીનો માહોલ છે ત્યારે આ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે એક ઘટસ્ફોટ કર્યો છે, તેમણે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની સૈન્ય સરહદ તરફ આગળ વધી રહેલ છે. ખાસ કરીને શુક્રવારે રાતથી જ પાક. સૈન્યની ગતિવિધી સરહદે વધી ગઇ છે. બીજી બાજુ ૧૫જ્રાક ઓગસ્ટનો સમય નજીક આવી રહ્યો છે,

દેશભરમાં આઝાદીના પર્વની ઉજવણી થવા જઇ રહી છે એવી સ્થિતિમાં પાકિસ્તાન હવે કલમ ૩૭૦ નાબુદી મુદ્દે કોઇ પણ સંજોગોમાં ભારત પર હુમલા માટે હવાતીયા મારી રહ્યું છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓ, સરકાર અને સૈન્યએ આતંકીઓની સાથે હાથ મિલાવી લીધા છે અને ભારત પર ૧૫મી ઓગસ્ટે જ હુમલો કરી શકે છે.

પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે આ દાવા કયા આધારે કર્યા તેનો ઉલ્લેખ તેમણે નથી કર્યો, જોકે તેમની આ ટ્વીટ હાલ વાઇરલ થઇ રહી છે, તેઓ પાકિસ્તાનના પત્રકાર છે અને તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે પીઓકે માં લોકો પાકિસ્તાની સૈન્યનું સ્વાગત કરી રહ્યા છે. મોટી સંખ્યામાં પાક. સૈન્ય હથિયારો સાથે આગળ વધી રહેલ છે.

જોકે હામિદ મીરના દાવા અંગે પાકિસ્તાન અને ભારત બન્ને દેશોની સરકારો દ્વારા કોઇ જ નિવેદન આપવામાં નથી આવ્યું. પાકિસ્તાનના અન્ય એક પત્રકારે દાવો કર્યો છે કે પાકિસ્તાની સૈન્યને પાક. સરકારે બિન સત્ત્।Iવાર રીતે આગળ વધવાના આદેશ આપી દીધા છે. વજાહત ખાને પણ ટ્વીટ કરીને જ આ જાણકારી હતી. તેમણે કહ્યું છે કે પાકિસ્તાનની પૂર્વ સરહદે તૈનાત સૈન્યને આગળ વધવાના આદેશ આપી દેવાયા છે.

 પાકિસ્તાને આ પહેલા ભારત સાથેનો વ્યાપાર સસ્પેન્ડ કર્યા, રાજદ્વારીઓને પણ પરત જવા કહ્યું આ ઉપરાંત રેલવે અને બસ સેવાને પણ સસ્પેન્ડ કરી દીધી હતી. પાકિસ્તાન કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવવાના ભારત સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે રોજ નવા નાટકો કરી રહ્યું છે.

પાકિસ્તાનના પત્રકાર હામિદ મીરે ટ્વીટ કરીને જે દાવા કર્યા છે તેમાં તેમણે કહ્યું છે કે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરના મારા સૌથી નજીકના મિત્રોએ મને ફોન કરીને જણાવ્યું છે કે પાકિસ્તાની સૈન્ય ખુબ જ મોટા જથ્થામાં યુદ્ઘ માટેના હથિયારો અને ટેંકો સાથે એલઓસી તરફ આગળ વધી રહ્યુ છે.

(1:15 pm IST)