Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

અધમુઆ પાકને જંગના અભરખાઃ લડાખ સરહદે યુદ્ધ વિમાનો ગોઠવ્યા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ પાકિસ્તાનના પેટમાં ઉકળતુ તેલ રેડાયુ છેઃ ખળભળી ઉઠેલ નાપાક હરકત કરવાના મૂડમાં હોવાના નિર્દેશો : પાકિસ્તાન વાયુદળના વિમાનો કેટલીક સામગ્રી લઈને આવ્યાઃ વાયુદળ અને આર્મી યુદ્ધ અભ્યાસ કરે તેવી શકયતાઃ ભારતની તમામ ગતિવિધિ પર ચાંપતી નજર

નવી દિલ્હી, તા. ૧૨ :. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ને હટાવ્યા બાદ પાકિસ્તાનના પેટમાં ઉકળતુ તેલ રેડાયુ છે. ખળભળી ઉઠેલ પાકિસ્તાનને હવે ભારત સાથે જંગના અભરખા જાગ્યા છે અને તે નાપાક હરકત કરી રહ્યુ છે. પાકિસ્તાનના વાયુદળે લડાખ સીમા પાસે પોતાના લડાકુ વિમાનો તૈનાત કર્યા છે. આ લડાકુ વિમાનો તેણે સ્કાર્દુ એરપોર્ટ પર તૈનાત કર્યા છે.

સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન વાયુદળના ૩ સી-૧૩૦ પરિવહન વિમાનોને તૈનાત કર્યા છે. આ સમાચાર બાદ ભારતીય એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. પાકિસ્તાન પોતાના જેએએફ-૧૭ વિમાનો પણ તૈનાત કરશે. ભારતીય વાયુદળ અને ભૂમિદળ પાકિસ્તાનની ગતિવિધિ પર બારીક નજર રાખી રહ્યા છે.

સૂત્રોના કહેવા મુજબ પાકિસ્તાન પોતાના વાયુદળ અને આર્મીનો યુદ્ધ અભ્યાસ કરવા પણ વિચારે છે. સ્કર્દુ પાકિસ્તાન વાયુદળનું ફોરવર્ડ બેઈઝ છે એ અત્રે નોંધનીય છે. જાણવા મળે છે કે પાકિસ્તાન આ વિમાનના કેટલીક સામગ્રી લઈ આવ્યુ છે.

આ પહેલા પાકિસ્તાનના એક પત્રકારે ટ્વીટ કર્યુ હતુ કે એલઓસી પાસે પાકિસ્તાને લશ્કરનો ખડકલો કર્યો છે. જો કે તેની સત્તાવાર પુષ્ઠી થઈ નથી.(૨-૨૬)

(3:53 pm IST)