Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

આભને આંબતો સોનાનો ભાવ: ખરીદી કરવી કે વેચવું જોઈએ ? :ગ્રાહકો મુંઝાયા

શેરબજારમાં ગાબડાનો દોર :બજેટ બાદ 13 લાખ કરોડનું ધોવાણ અને વૈશ્વિક સ્તરે ટ્રેડવોરની અસરે ભાવ આસમાને આબ્યા

રાજકોટ ;સોનાના ભાવમાં એકધારો જબરો વધારો થઇ રહયો છે છેલ્લા એકાદ મહિનામાં ભાવમાં અંદાજે 20 થી 25 ટકાનો તોતિંગ ઉછાળો જોવાયો છે અને આગામી મહિનાઓમાં સોનાનો ભાવ સતત વધતો રહીને 42 હજારને પાર પહોંચે તેવી પણ આગાહી થાય છે ત્યારે ગ્રાહકો વિસામણમાં મુકાયા છે કે હાલમાં સોનુ ખરીદવું કે વેચવું જોઈએ તે અંગે વિવિધ મતમતાંતરો પ્રવર્તી રહ્યાં છે જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં ડૉલરની તુલનાએ રૂપિયાનો ભાવ નીચે જઈ રહ્યો છે.સોના માટે દેશ સંપૂર્ણપણે આયાત પર નિર્ભર છે. ત્યારે ડૉલરની કિંમત વધે તો સોનાનો ભાવ પણ વધવા લાગે તે નિશ્ચિત છે.

  સોનાની કિંમતમાં જે રીતે એકધારો વધારો જોવા મળી રહ્યો છે, તેવો ઉછાળો પહેલા ક્યારેય જોવાયો નથી આઠમીએ માત્ર એક દિવસમાં 24 કૅરેટ સોનાનો ભાવ 1,113 રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધ્યો છે.

સોનાના વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સોનાના ભાવ વધી શકે છે.ચાંદીના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે.આઠ ઑગસ્ટના રોજ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 650 રૂપિયા વધ્યો છે.

 ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે સોનામાં ભાવ વધારાનું વલણ યથાવત રહ્યું તો આ વર્ષના અંત સુધી 10 ગ્રામ સોનાના ભાવ 40 હજાર રૂપિયા નજીક હશે સોનાના ભાવ વધવાના અનેક કારણો છે મોદી સરકારના બજેટમાં સોનાનો આયાત દર 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવ્યો છે.હાલ જ ભારતીય રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાંત દાસે ચોથી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે.

વેપાર નિષ્ણાત જણાવે છે કે, "રેપો રેટમાં 35 બેઝ અંકોના ઘટાડાથી બૅન્ક અને લોન લેતા લોકોને ફાયદો થયો છે પરંતુ તેનાથી સોનાના ભાવમાં વધારો થયો છે."પૂર્ણ અર્થવ્યવસ્થામાં પૈસાનો પ્રવાહ વધશે. તેનું પરિણામ એ હશે કે સંસ્થાઓ અને સામાન્ય લોકો પોતાના પૈસાનું રોકાણ સોનું ખરીદીને કરશે. તેનાથી સોનાની માગ અને કિંમત બન્ને વધશે.

 બીજીતરફ બજેટ બાદ સ્ટૉક માર્કેટમાં મંદી જોવા મળી રહી છે. છેલ્લા 30 દિવસમાં બજારમાં રોકાણકારોના 13 લાખ કરોડ રૂપિયા ડૂબી ચૂક્યા છે.ડૉલરની કિંમત વધવાથી આપણે સોનાની ખરીદી કરવા માટે ઘણા વધારે પૈસા ચૂકવવા પડી રહ્યા છે. તેના પગલે સોનું મોંઘુ થઈ રહ્યું છે..ભારતમાં સોનાનો ભાવ વધવા પાછળ આંતરિક કારણો સિવાય આંતરરાષ્ટ્રિય કારણોની ભૂમિકા મહત્ત્વની હોય છે.

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વૉરની અસર દુનિયાના શૅરબજારો પર જોવા મળી રહી છે.બૂલિયન ડેસ્ક પ્રમાણે નાસ્ડેક અને ડાઉ જોન્સ બન્ને ગત સોમવારથી નુકસાનનો સામનો કરી રહ્યા છે.

નિકેઈ, યૂરો સ્ટૉક્સ, હેંગ સેંગ અને શાંઘાઈ કમ્પૉઝીટમાં પણ ઘટાડો જોવા મળ્યો છેદુનિયાના ઘણા દેશોની સંઘીય બૅન્કોએ પણ સોનાની ખરીદી શરૂ કરી દીધી છે જેના પગલે સોનાની માગ વધી ગઈ છે.

સોનાની ખપત મામલે ચીન અને ભારત સૌથી આગળ છે. આ તરફ ચીનનો અમેરિકાને પાછળ છોડવાના સતત પ્રયાસ પણ સફળ થયો નથી.ડૉલરની સરખામણીએ ચીનની મુદ્રા યુઆન છેલ્લા દસ વર્ષોમાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ગઈ છે.

વેપાર નિષ્ણાતોનું અનુમાન છે કે તેના કારણે આગામી દિવસોમાં યુઆનના ભાવમાં વધારે 5%નો ઘટાડો નોંધાશે અને આ વર્ષના અંત સુધી એક ડૉલર માટે 7.3 યુઆન ખર્ચવા પડશે.

એક ઔંસ એટલે કે 28.34 ગ્રામ સોનાની આંતરરાષ્ટ્રિય બજારમાં કિંમત 1497.70 ડૉલર છે.આ છેલ્લા છ વર્ષોમાં સૌથી ઊંચી કિંમત છે.વર્ષ 2013માં આટલા જ સોના માટે આંતરરાષ્ટ્રિય બજારમાં 1696 ડૉલર ચૂકવતા હતા.તે સમયે ભારતીય બજારમાં સોનાનો ભાવ 35 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચ્યો હતો.

સોનાના વધતા ભાવથી સામાન્ય જનતા મુશ્કેલીમાં મૂકાઈ છે.જે લોકોએ પોતાના સંતાનોનાં લગ્ન અથવા બીજા કોઈ પ્રસંગ માટે સોનાની ખરીદી કરવાની છે, તેમણે તુરંત નિર્ણય લેવાની જરૂર છે.

વર્ષ 2013માં મોટાભાગના લોકો ત્યારે સોનું ખરીદવા બજારમાં પહોંચ્યા હતા જ્યારે તેની કિંમત 35 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી ગઈ હતી.ત્યારબાદ આંતરરાષ્ટ્રિય કારણોસર સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાતો ગયો હતો.ત્યારે હાલની સ્થિતિમાં શું કરવું જોઈએ

 વેપાર નિષ્ણાત જણાવે છે બજારની વધતી કિંમતના બદલે પોતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સોનાની ખરીદીનો નિર્ણય કરવો જોઈએ.આ તરફ જે લોકો ઓછી માત્રામાં સોનું ખરીદવા માગે છે તે લોકો પોતાની જરૂરિયાતના હિસાબે ખરીદી કરે.

(12:42 pm IST)