Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

બકરી ઈદના દિવસે ગાયનો બલિ આપવાનો ગુનો કરતા નહીં : ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇન્કીલાબ-એ-મિલ્લતના અધ્યક્ષ, વરિષ્ઠ મૌલવી સૈયદ તારિક કાદરી સહિત મુસ્લિમ ધર્મગુરુઓની જાહેર અપીલ

ન્યુદિલ્હી : ઇસ્લામ મૂળ શાંતિપૂર્ણ ધર્મ છે. ભાઇચારો અને અમન (શાંતિ ) એના પાયામાં છે. હું તમામ મુસ્લિમોને અપીલ કરું છું કે કાયદાનું પાલન કરજો અને ગાયનો બલિ બકરી ઇદના દિવસે આપતા નહીં.તેવી જાહેર અપીલ ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇન્કીલાબ-એ-મિલ્લતના અધ્યક્ષ, વરિષ્ઠ મૌલવી સૈયદ તારિક કાદરી સહિત મુસ્લિમ ધર્મગુરુઓએ કરી છે.તેમણે ઉમેર્યું હતું  કે કાયદાની દ્રષ્ટિએ જે જાનવરોનો વધ કરવાનો ગુનો બને છે એેવા જાનવરનો બલિ બકરી ઇદના દિવસે આપતા નહીં.

ઉપરાંત ઓલ ઇન્ડિયા સુન્ની ઉલેમા બોર્ડના મૌલવી સૈયદ શાહ હમીદ હુસૈન સુતારીએ કહ્યું હતું કે ગૈરમુસ્લિમ લોકો ગાયને પૂજે છે એ અને ગાયનો બલિ આપવાનું હવે ગેરકાયદે થઇ ગયું છે એટલે છેલ્લાં બે વર્ષથી અમે સતત અપીલ કરીએ છીએ કે ગાયનો બલિ આપવો નહીં. બકરી ઇદના દિવસે તમે ઘેટાબકરાનો બલિ આપી શકો છો. ગાયનો  બલિ આપીને બહુમતી લોકોને નારાજ કરશો નહીં.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:34 pm IST)