Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વાહ ભૈ વાહ

ભારતીયલોકો સિગારેટ અને દારૂ પાછળનો ખર્ચ ઘટાડી રહયા છે : વેચાણ ઘટવા લાગ્યું

ભારતીય ગ્રાહકો સિગારેટ અને આલ્કોહોલ પાછળનો ખર્ચ ઘટાડી રહયા છે. આ દર્શાવે છે કે  વિવેકમુનસફી આધારીત બજારમાં નરમાઇ છે. તેની સાથે સાથે દૈનિક  ઘરગથ્થું વપરાશની વસ્તુઓ અને પર્સનલ  કેર કેટેગરીના ઉત્પાદનોના વેચાણમાં પણ નરમાઇ જોવા મળી છે. બીયર અને શરાબના  વેચાણનુ વૃદ્ધિ જુન કવાર્ટરમાં ગયા વર્ધાના સમાન સમયગાળાની તુલનાએ અનુક્રમે પાંચ ટકા અને બે ટકા ઘટી હતી. જયારે સિગારેટનું વેચાણ ગયા વર્ષની તુલનાએ જથ્થાત્મક રીતે વધ્યું હતું. પરંતુ વૃદ્ધિ ક્રમશ ધોરણે અડધી થતાં વિશ્લેષકોએ  વર્તમાન નાણાકીય વર્ષ માટે તેની વોલ્યુમ વૃદ્ધિનો અંદાજ પણ ઘટાડયો છે.

 

આ બંને સેગ્મેન્ટ પર કરવેરામાં વધારા અને તેના પછી ભાવમાં વધારાની અસર થઇ છે. કવાર્ટર દરમ્યાન કરવેરાનો દર સ્થિર રહેવાના લીધે નિષ્ણાંતો માને છે ઉત્પાદકો ધીમે ધીમે સિંગલ સ્ટિક સિગારેટથી શિફટ થઇ રહયા હોવાના લીધે વોલ્યુમ વૃદ્ધિ પર અસર પડી છે, જયારે સામાન્ય ચૂંટણી દરમિયાન પ્રતિબંધના લીધે દારૂની માંગ પર અસર પડી હતી. બ્રોકરેજ પ્રભુદાસ લીલાધરે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, આઇટીસી સિગારેટનું વેચાણ વોલ્યુમ જુન કવાર્ટરમાં સાનુકુળ કદ છતાં પણ ૨.૫ ટકા જેટલું વધ્યું હતું. તેણે જણાવ્યુંહતું કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ આગામી કવાર્ટરમાં ૬.૫ થી ૭.૫ ટકાની વોલ્યુમ વૃદ્ધિ જોવા મળી શકે છે અને તે કન્ઝયુમર એન્વાયર્નમેન્ટને પડકારી રહ્યા છે.

અગાઉના ત્રણ કવાર્ટરમાં ૨૦૧૭-૧૮માં નકારાત્મક બેઝ જોવા મળ્યો હતો, કારણ કે જીએસટી હેઠળ સેસ વધ્યો હતો. છેલ્લા ત્રણ કવાર્ટરમાં કરવેરા સ્થિર રહેતા વેચાણ વોલ્યુમ વધ્યું હતુ, પરંતુ સર્વગ્રાહી આર્થિક નરમાઇના લીધે તેનો ટ્રેન્ડ પલટાયો છે.

એડલવાઇસ સિકયોરીટીના એકઝિકયુટીવ વાઇસ પ્રેસિડન્ટ અબનીશ રોયે જણાવ્યું હતું કે સિગારેટનું વેચાણ વોલ્યુમ વર્તમાન નાણાકીય વર્ષમાં ત્રણથી ચાર ટકાના દરે વધે તેમ મનાય છે. આર્થિક નરમાઇ અને ઉંચા બેઝના લીધે વર્તમાન નાણાકીય વર્ષમાં વૃદ્ધિ બે ટકા ઓછી જોવાઇ છે, એમ તેણે જાણાવ્યું હતું. લોકસભાની ચૂંટણીઓની સાથે ઇન્ડિયન પ્રીમીયર લીંગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી અને તે સમયે ઉનાળાનો સમય હતો. બંને સંજોગોમાં બીયરની માંગને વેગ મળતો હોય છે. એપ્રિલથી જુન કવાર્ટરમાં બીયર સેગમેન્ટનું વાર્ષિક વેચાણ લગભગ ૪૫ ટકા વધ્યું હતું.

(11:49 am IST)