Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

હવે ધર્માંતરણ કરાવવા પર પ્રતિબંધ મૂકતો કાયદો લાવશે સરકાર

મોદી સરકાર આગામી લોકસભા સત્રમાં આ ખરડો લાવશે?

નવી દિલ્હી તા. ૧ર : ટ્રિપલ તલાક, કલમ ૩૭૦ નાબુદી બાદ હવે મોદી સરકાર વધુ એક મોટું બિલ પસાર કરવા માટેની વેતરણમાં છે. મોદી સરકાર આગામી લોકસભા સત્રમાં ધર્માંતરણ વિરોધી બિલ મૂકવા માટે વિચાર કરી રહી છે. બીજેપી સાથે સંકળાયેલી થિન્ક ટેન્ક બહુ સમયથી આ બિલ લાવવા માટે માગ કરી રહી છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યો, કેરાલા અને યુપીમાં લોકોને લલચાવીને અને પ્રલોભન આપીને ધર્માંતરણ કરાવાતું હોવાની ખબરો છાશવારે સામે આવતી હોય છે.

આ સ્થિતિમાં સંસ્કાર ધર્માંતર રોકવા માટે બિલ લાવી શકે છ.ે ગત સરકારમાં વેન્કૈયા નાયડુએ તમામ પક્ષોને ધર્માંતરણ સામે એક કાયદો બનાવવા માટે અપીલ કરી હતી પણ તે વખતે વાત આગળ વધી નહોતી હવે બીજી ઇનિંગમાં આ બિલ મુકાય તેવી શકયતા છે બીજેપીના નેતા અને સુપ્રિમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છેકે, દેશનાં સંખ્યાબંધ રાજ્યોમાં હિન્દુઓ પહેલાં જ લઘુમતીમાં આવી ગયા છે. આમ છતાં હિન્દુઓનું મોટા પાયે ધર્મંપરિવર્તન થઇ રહ્યું છે.

તેમના મતે આ યોજના બહુ પ્લાનિંગ સાથે આગળ વધારાઇ રહી છે. જો તેને રોકવામાં ન આવી તો આવનારો સમય વધારે ભયંકર રહેશે. ધર્માંતરણ કરાવનારા ગરીબ ખેડુતો શ્રમિકો,દલિતો અને પછાત વર્ગને જ ટાર્ગેટ કરે છે તેમણે હવે પંજાબ અને હરિયાણા સુધી તેઓ પોતાના પગ ફેલાવી રહ્યા છે. કેટલાંક રાજ્યોમાં ધર્માંતરણ સામે કાયદા છે પણ તે બહુ નબળા છે. આ માટે કોઇને હજી સુધી સજા થઇ નથી.

(12:35 pm IST)