Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

આજે રાત્રે ડિસ્કવરી ચેનલ ઉપર પીએમ મોદી અલગ સ્વરૂપે જોવા મળશેઃ જબરી ઉત્તેજના

પીએમ મોદી બેયર ગ્રિલ્સ સાથે જંગલોમાં એડવેન્ચર કરતા દેખાશે : મેન વર્સીસ વાઇલ્ડ

નવી દિલ્હી તા.૧ર : આખરે એ દિવસ આવી ગયો કે જયારે સૌ કોઇ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ડિસ્કવરી ચેનલ પરથી પ્રસારિત થનાર મેન વર્સીસ વાઇલ્ડ શોના એપીસોડમાં નિહાળી શકાશે. આજે રાત્રે ૯ વાગ્યે વડાપ્રધાન મોદી અને બેયર ગ્રિલ્સનું ઉતરાખંડના જંગલોમાં શૂટ કરવામાં આવેલ તેને ચેનલ ઉપરથી જોઇ શકાશે. આ શોમાં વડાપ્રધાન મોદી-બેયર ગ્રિલ્સ સાથે જિમ કોર્બેટ નેશનલ પાર્કમાંં ખતરનાક જંગલોમાં સાહસનો પરિચય આપતા દેખાશે. જો કે તેનું શુટીંગ ફેબ્રુ.માં થયું હતું.

આ એપીસોડના શુટીંગ દરમ્યાન મોદીએ જિમ કોર્બેટ પાર્કમાં શોના હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે રોમાંચક પળો વિતાવી હતી-આજે રાત્રે આવા એપિસોડને ૧૮૭ દેશોમાં જોઇ શકાશે.

દેશ-દુનિયાને પર્યાવરણ અનેે જંગલોના સંરક્ષણનો સંદેશ આપવા માટે મોદીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે.

મોદી સાથે શુટીંગ કરતા ગ્રિલ્સે કહ્યું હતું કે આ શોમાં મોદી એક નવા સ્વરૂપે જોવા મળશે જે લોકોએ કદી નહિ જોયા હોય તેમણે કહ્યું હતું કે એ જોઇને સારૂ લાગ્યું કે મોદી જેવા વિશ્વ નેતા વિપરિત પરિસ્થિતિઓમાં પણ શાંત અને સ્થિર રહે છે.

(3:35 pm IST)