Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

પાકિસ્તાને ભારત સાથે વેપાર સંબંધો તોડી પોતાના હાથ દઝાડ્યા : પાક મીડિયા

આર્થિક રીતે ખરાબ સ્થિતીમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધશે

લાહોર : તા.૧૨ :  જમ્મુ - કારશ્મીરમાંથી ભારત સરકારે હટાવેલી કલમ ૩૭૦ના વિરોધમાં રઘવાયા બનેલા પાકિસ્તાને ભારત સાથેના વેપાર સંબંધો તોડી નાખીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. તે વાત હવે પાકિસ્તાની માીડિયા સ્વીકારી રહ્યુ છે.

પાકિસ્તાનના જાણીતા અખબાર ડોનના અહેવાલ પ્રમાણે આ નિર્ણયના કારણે  પહેલેથી જ આર્થિક રીતે ખરાબ સ્થિતીમાંથી  પસાર થઇ રહેલા પાકિસ્તાન માટે મુશ્કેલીઓ વધશે.

પાકિસ્તાન ટેકસટાઇલ પ્રોસેસીંગ મિલ્સ એસોસીએશનના ભુતપૂર્વ ચેરમેન સલીમ પારેખે કહ્યુ હતુ કે ભારતનો સામાન કોરિયા અને ચીનની પ્રોડકટસ કરતા ૩૦ થી  ૩૫ ટા સસ્તો હોય છે. ઉપરાંત તેને પાકિસ્તાનમાં આવતા પણ બહુ ઓછો સમય લાગે છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ ઓછો લાગે છે. જોકે એ પછી  પણ પાકિસ્તાની ઈન્ડસ્ટ્રીઝ નું કહેવુ છે કે મુશ્કેલી છે. પણ દેશે જે નિર્ણય કર્યો છે તેેની સાથે છે. હોઝીયરી મેન્યુફેકચર્સ એન્ડ એકસપોર્ટ એસોસ્િએશનના ચેરમેન જાવેદ બિલવાનીએ કહ્યુ હતુ કે ટેકસટાઇલ સેકટર ભારતના કેમિકલ્સ અને ડાઇ પર આધારીત છે. ભારત સાથે ભલે વેપાર  પ્રતિબંધ મુકાયો પણ હવે ભારતીયો પ્રોડકટસ વાયા દુબઇ થઇને પાકિસ્તાન પહોચશે.

પાકિસ્તાની ઉદ્યોગના સંગઠનોના કહેવા પ્રમાણે ટેકસટાઇલ સેકટરને હવે મોંઘા  ભાવે પૂર્વ એશિયાના દેશો અને ચીન પાસેથી આયાત કરવી પડશે. પાકિસ્તાન ભારત પાસેથી ચા મંગાવતુ હતુ. હવે પાકિસ્તાનને વિયેતનામ અને આફ્રિકી દેશો તરફ નજર દોડાવવી પડશે.

(11:42 am IST)