Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

કાશ્મીર મામલે 'ન્યુયોર્ક ટાઈમ્સ'નો ખોટો પ્રચારઃ ખીણમાં 'નર્ક' જેવી સ્થિતિ ગણાવીઃ હકીકતે ત્યાં શાંતિ છે

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ મોદી સરકાર સ્થિતિ સામાન્ય કરવામાં લાગી છે. સરકાર અને તંત્ર છાતી ઠોકીને કહે છે કે સ્થિતિ સામાન્ય છે તો વિદેશી મીડિયા કંઈક અલગ જ કહે છે. ધ ન્યુયોર્ક ટાઇમ્સે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યો છે. જેમાં હિંસાનો દાવો કરાયો છે. ફ્રંટ પેજ પર પથ્થરમારા બાદ ઇંટોથી ભરેલી એક શેરીની તસ્વીર પ્રકાશિત થઇ છે. વેબસાઇટ પર .'inside kashmir, cut off  from the  world: A Living hell'મથાળા હેઠળના રીપોર્ટમાં જણાવ્યું છે કે શનિવારે કાશ્મીર ખીણમાં જોરદાર દેખાવો થયા : સુરક્ષા દળો દેખાવકારો વચ્ચે હિંસક ઘર્ષણ પણ થયું જેમાં ૭ને ઇજા થઇ હતી. જોકે સરકાર દાવો કરે છે કે કયાંય હિંસા નથી.

(11:41 am IST)