Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

ફોટોમાં લખ્યુ 'ધારા ૩૭૦ કા જાના ... તેરા મુસ્કુરાના'

બીજેપીના ભૂતપૂર્વ રાજયસભા સાંસદ વિજય ગોયલે કાશ્મીરી યુવતીના ફોટો સાથે હોડિંગ લગાડ્યું

નવી દિલ્હી તા.૧૨: જમ્મુ-કાશમીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા  બાદ બીજેપીના નેતાઓ ગેલમાં છે. મોદી સસ્કારના ભૂતપૂર્વ પ્રધાન અને રાજયસભાના સાંસદ વિજય ગોયલે ૩૭૦ કલમને લઈને અક ટ્વીટ કયુ છે.

 આ ટ્વીટમાં ગોયલે પોતાના દ્યર પર લગાવેલા હોર્ડિંગની તસવીર  શેર કરી છે. જેમાં એક કાશ્મીરી યુવતીનો ફોટોગ્રાફ છે અને તેની સાથે  લખાયું છે કે 'ધારા ૩૭૦ કા જાના...તેરા મુસ્કુરાના.' આ ટ્વીટ કર્યા બાદ દિલ્હી મહિલા આયોગ અને આમ આદમી પાર્ટીનાં નેતા સ્વાતિ માલીવાલ નારાજ છે. તેમણે ટ્વીટ કરીને ગૌયલને જવાબ આપતાં કહ્યું છે કે, આ બહુ નિમ્ન કક્ષાની માનસિકતા તમે દર્શાવી છે. હિંમત હોય તો તમારી પુત્રીનો ફોટો  હોર્ડિંગ પર લગાડો. જેના જવાબમાં બીજપીના અન્ય એક નેતાએ માલીવાલર્ની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, જેનો પણ ફોટો છે તે અમારી પુત્રીસમાન જ છે.

 તમારી માનસિકતાને ચોખ્ખી રાખો. ધારા ૩૭૦ પર તમારી પાર્ટીએ સમર્થન તો આપ્યું પણ ધારા ૩૭૦ ખતમ થવાથી દેશદ્રોહીઓમાં જે  નિરાશા છે તેનો પડઘો તમારા નિવેદનમાં પડે છે.

(11:43 am IST)