Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

૪૪૨માં બે કેળા સસ્તા લાગશે

મુંબઈની હોટલે બે બોઈલ્ડ ઇંડા માટે ૧૭૦૦ વસૂલ્યા

મુંબઇ, તા.૧૨: ચંડીગઢની જેડબલ્યુ મેરિએટ હોટેલમાં અભિનેતા રાહુલ બોઝ પાસેથી વસૂલ કરાયેલા બે કેળા માટેનાં ૪૪૨ રુપિયા હવે જૂની વાત થઈ ગઈ છે. રાહુલ બોઝને પણ ૪૪૨ રુપિયામાં બે કેળા સસ્તા લાગે એવી એક ઘટનામાં એક ટ્વીટર યુઝરને મુંબઈની ફોર સિઝન્સ હોટેલમાં બે બોઈલ્ડ ઈંડા માટે ૧૭૦૦ રુપિયા ચૂકવવા પડ્યા હતા. એટલું જ નહીં ગ્રાહકને એક આમલેટ ૮૫૦ રૂપિયામાં પડી હતી.

અભિનેતા રાહુલ બોઝના કેળા વિવાદ પછી ચંડીગઢના એકસાઈઝ અને ટેકસેશન વિભાગે જેડબલ્યુ મેરિએટ હોટેલ પર ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. હવે મુંબઈની હોટેલમાં બે બોઈલ્ડ ઈંડાની કિંમત જોઈને આદ્યાત પામેલા ગ્રાહક કાર્તિક ધરે ટ્વીટર પર બિલનો ફોટો શેર કર્યો છે, જેની કેપ્શનમાં તેમણે લખ્યું છે, 'ફોર સિઝન્સ હોટેલમાં બે ઈંડાની કિંમત ૧૭૦૦ રૂપિયા.' કાર્તિકે રાહુલ બોઝને પણ પોસ્ટની કેપ્શનમાં ટેગ કર્યા છે અને લખ્યું છે, 'ભાઈ, આંદોલન કરીએ?'

'ઓલ ધ કવીન્સ મેનલૃના લેખક દ્વારા શેર કરાયેલા આ બિલમાં જોવા મળે છે કે હોટેલે બે આમલેટ માટે પણ તેમની પાસેથી એટલી જ કિંમત વસૂલી હતી. હજુ સુધી હોટેલ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી. દરમિયાન કાર્તિક ધરની આ પોસ્ટ પર એક ટ્વીટર યુઝરે લખ્યું છે, શ્નઆ ઈંડા સાથે સોનું પણ નીકળ્યું હતું કે શું?' જયારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી, 'મરઘી ચોક્કસ કોઈ અમીર ઘરની હશે.'

ગત મહિને, બોલિવૂડ એકટર રાહુલ બોઝે ચંડીગઢની જેડબલ્યુ મેરિઅટ હોટેલે તેમને બે કેળા માટે જીએસટી સહિત ૪૪ રૂપિયાનું બિલ પકડાવ્યું હતું તેના વિશે ટ્વીટર પર ટ્વીટ કર્યુ હતું. જેના પછી ચંડીગઢના એકસાઈઝ એન્ડ ટેકસેશન વિભાગે હોટેલને ૨૫ હજારનો દંડ ફટકાર્યો હતો. જો કે ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસીએશન્સ ઓફ ઈન્ડિયા (FHRAI)એ દલીલ કરી હતી કે આમાં કંઈ 'ગેરકાયદે' નથી. આ સંગઠનનાં કહેવા મુજબ, હોટેલ સર્વિસ, ગુણવત્તા, પ્લેટ, કટલરી, એકમ્પનીમેન્ટ, સેનિટાઈઝડ ફ્રૂટ, એમ્બિયન્સ અને લકઝરી આપે છે, માત્ર કેળા આપતી નથી.

(9:59 am IST)