Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

પાકિસ્તાનમાં મહારાજા રણજિતસિંહની પ્રતિમા તોડી પડાઈ

નવ ફૂટ ઊંચી પ્રતિમાનું લાહોર ફોર્ટ ખાતે મહારાજા રણજિતસિંહની ૧૮૦મી પૂણ્યતિથિ વખતે અનાવરણ કરાયું હતું

લાહોર, તા.૧૨: ૧૯મી સદીના પ્રારંભમાં તત્કાલિન પંજાબ પર શાસન કરનારા મહારાજા રણજિતસિંહની પાકિસ્તાનના લાહોરમાં મોટી પ્રતિમા છે જે બે વ્યકિતઓએ શનિવારે ઈરાદાપૂર્વક તોડી પાડી હતી. શીખ સામ્રાજય વખતના પ્રથમ મહારાજા રણજિત સિંહ ૧૮૩૯મા અવસાન પામ્યા હતા. નવ ફૂટ ઊંચી પ્રતિમાનું લાહોર ફોર્ટ ખાતે મહારાજા રણજિતસિંહની ૧૮૦મી પૂણ્યતિથિ વખતે અનાવરણ કરાયું હતું. હાથમાં તલવાર સાથે ઘોડા પર બેઠા હોય તેવી બ્રોન્ઝમા પ્રતિમા બનાવાઈ હતી.

 

સ્ટેચ્યૂ તોડી પાડવાની ઘટના બાદ પોલીસે બે વ્યકિતની ધરપકડ કરી હતી અને દેશના ઈશ્વરનિંદા કાયદા હેઠળ કેસ નોંધ્યો હતો. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-૩૭૦ ભારતે રદ કરતા ગુસ્સામાં આવીને બે વ્યકિતએ સ્ટેચ્યૂ તોડી પાડ્યું હતું. આ વ્યકિત તેહરિક-લાબેઈક પાકિસ્તાન નામના જૂથ સાથે સંકળાયેલા હોવાની શંકા છે. લાહોરના સત્ત્।ાવાળાઓને આ દ્યટનાથી આંચકો લાગ્યો હતો. ઈદ બાદ પ્રતિમાની મરામત કરાશે, એમ કહ્યું હતું.

લાહોર ફોર્ટ ખાતે સુરક્ષા વધારી દેવાઈ છે, તેથી ભવિષ્યમાં આવી દ્યટના બને નહીં, એમ લાહોર સત્તાવાળાના પ્રવકતા તાનિયા કુરેશીએ કહ્યું હતું. પ્રતિમા રિપેર થયા બાદ જાહેર જનતા માટે ફરીથી ખુલ્લી મુકાશે. સ્ટેચ્યૂને બનતા આઠ મહિના લાગ્યા હતા. યુકે સ્થિત શીખ હેરિટેજ ફાઉન્ડેશનના સહયોગમાં બનાવાઈ હતી.

(9:57 am IST)