Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

zomato ના સેકંડો કર્મચારીની હડતાલ :બકરીઇદ નિમિતે સુઅર અને ગાયનું માંસ ડિલિવરી નહિ કરતા ધમકી આપતા કર્મચારીઓ વિફર્યા

પશ્ચિમ બંગાળના હાવડામાં ઓનલાઇન ખોરાક ડિલિવરી કરતી કંપની ઝોમેટોના ફૂડ ડિલિવરી કરતા સેંકડો કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે કર્મચારીઓનો આરોપ છે કે તેની પાસે કંપની જબરજસ્તી સુઅર અને ગાયનું માંસ ડિલિવરી કરાવાય છે આનાકાની કરતા ધમકી અપાય છે જેના વિરોધમાં છેલ્લા એક સપ્તહથીતેઓ હડતાલ પર છે કર્મચારીઓનું કહેવું છે કે તેઓ કોઈપણ સંજોગોમાં બીફ અથવા પોર્કની  ડિલિવરી નહીં કરે

  હડતાલ પર બેઠેલા કર્મચારીઓનું કહેવું છે કે તેની પાસેથી બળજબરી પૂર્વક કામ કરાવતું હતું જે તેને મંજુર નથી તેઓએ બકરીઇદ પર બીફ અથવા પોર્કની ડિલિવરી કરવાની મનાઈ કરવા સાથેકહ્યું કે ધાર્મિક ભાવના સાથે છેડછાડ કરતી કંપની પાસે વેતન વધારવાની પણ માંગ કરી છે એટલા માટે હિન્દૂ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોહડતાલપર જોડાયા છે

  બંને સમુદાયના સ્ટાફ હડતાળમાં છે અને કહે છે કે તેઓ પોતાની ધાર્મિક માન્યતા વિરુદ્ધ જઈને ફૂડની ડિલિવરી નહીં કરે જયારે ઝોમેટોના ઓર્ડરની ડિલિવરી કરતા મોહિસન અખ્તરે કહ્યું કે હાલમાં કંપની સાથે કેટ્લીક મુસ્લિમ રેસ્ટોરાં જોડાય કછે પરંતુ ડિલિવરી કરતા કેટલાક હિન્દૂ છોકરાઓ બીફની ડિલિવરી કરવા ઇન્કાર કરે છે કેટલાક દિવસોમાં પોર્કની પણ ડિલિવરી આવી પડશે પરંતુ અમે તેની ડિલિવરી નહિ કરીએ  મોહસીને કહ્યું કે આ તમામ ઘટનાઓ હિન્દૂ મુસ્લિમના ભાઈચારાની પ્રભાવિત કરે છે તેને આરોપ લગાવ્યો કે કંપનીને બધી ખબર હોવા છતાં મદદ કરવાને બદલે ધમકી આપે છે

(12:00 am IST)