Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

વારાણસીની મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાનને રાખડીઓ મોકલી : કેટલાક નારાજ મૌલાનાએ સસ્તી પ્રસિદ્ધિ ગણાવી

સંઘની સંલગ્ન સંગઠન મુસ્લિમ મંચ નકાબ અને ટોપી પહેરી આ પ્રકારની હરકત કરે છે

વારાણસી ; ત્રણ તલ્લાક વિરુદ્ધ કાનૂન બનતા ઉત્સાહિત વારાણસીની મુસ્લિમ મહિલાઓએ પોતાના વિસ્તારના સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પોતાના હાથે બનાવેલ રાખડીઓ મોકલી છે આ અંગે કેટલાક મૌલવીએ વખાણ કર્યા છે તો કેટલાક મૌલવીઓએ સસ્તી પ્રસિદ્ધિ ગણાવી છે

 રાખડી મોકલનાર મુસ્લિમ મહિલાઓનું કહેવું છે કે જે રીતે વડાપ્રધાને ત્રણ તલ્લાક જેવી કુપ્રથાને નાબૂદ કરાવી છે એ માત્ર ભાઈ જ કરાવાઈ શકે,પોતાના ભાઈ માટે અમે બહેનોએ પોતાના હાથે રાખડી બનાવી મોકલી છે રાખડી પર મોદીનો ફોટો લગાવ્યો છે

  મુસ્લિમ મહિલાઓએ કહ્યું કે મોદીજીએ તેઓની દયનિય હાલત ખતમ કરી છે હવે મહિલા ત્રણ તલ્લાકથી બચી શકશે રાખડી બનાવનાર રામપુરની હુમાબાનોએ કહ્યું કે મોદીએ ત્રણ તલ્લાકની કુરીતિને ખતમ કરાવી છે મોદી વારાણસીના સાંસદ  હોવા સાથે દેશના તમામ મુસ્લિમમહિલાના ભાઈ છે એટલે અમે અમારા ભાઈ માટે રાખડી તૈયાર કરી છે તેની વધુમાં કહે છે કે હવે અમારા મનમાંથી ત્રણ તાલલકનો ભય નીકળી ગયો છે
  સમાજસેવી હુમાબાનોએ કહ્યું કે રાખડી પવિત્ર સબંધ બનાવે છે હિન્દૂ હોય કે મુસ્લિમ ભાઈબહેનનો પવિત્ર સબંધ બનાવે છે ત્યારે દેશની દરેક મુસ્લિમ મહિલાઓએ મોદીજીને રાખડી મોકલવી જોઈએ મૌલાના કારણ વગર નારાજ છે આ ખુબ જ પવિત્ર બંધન છે

  બાનોએ વધુમાં એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવીને ત્યાં બહુ સારા બંધનોથી લોકોને મુક્ત કારવાયછે ચાહે એ કાશ્મીરની ઘાટીના હોય અથવા ક્યાંય પણની મહિલાઓએ મોદીને રાખડી મોકલવી જોઈએ
  દરમિયાન ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના પ્રદેશ અધ્યક્ષ મતિનખાને કહ્યું કે સંઘની સંલગ્ન સંગઠન મુસ્લિમ મંચ આ પ્રકારની હરકત કરાવે છે એ નકાબ અને ટોપી પહેરી આ પ્રકારની હરકત કરે છે જેનાથી મુસ્લિમોમાં અંદરો અંદર ફૂટ પડે,તેમાં ભાડુતી લવાયેલ મુસ્લિમો પણ હોય છે જે સત્તાધારીના દબાણમાં આવું કામ કરે છે
  તેમણે કહ્યું કે કેટલાક લોકો વડાપ્રધાનને પત્ર લખશે પછી તેનો પ્રચાર કરશે આ પકારની હરકત માત્ર સતાના પ્રચાર માટે થઈરહી છે
  બીજીતરફ ઓલ ઇન્ડિયા મહિલા મુસ્લિમ બોર્ડના અધ્યક્ષ શાઇસ્તા અબરે કહ્યું કે રાખડી મોકવામાં કોઈને શું વાંધો હોય શકે ,ત્રણ તલ્લાકજેવી કુપ્રથા અંગે લોકોને જાગૃત કરવાની જરૂર છે દરેકની દ્રષ્ટિકોણ અલગ હોય છે અને પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરી શકે છે

 જયારે શેખુ આલમ સબરીયા ચિસ્તીયા મદ્રેસાના મૌલાના ઇસ્ટિફાક કાદરીએ કહ્યું કે હિન્દુસ્તાન ખુબ જ મોટાદેશ છે ત્રણ તલ્લાક નહીં હોવો જોઈએ તેનો લોકો ખોટો ઉપયોગ કરે છે પરંતુ રાખડી મોકલવાની રીત માત્ર દેખાડો છે આ સતા માટે કરાઈ છે એવા લોકો માટે માત્ર પોતાના પ્રચાર માટે કરે છે મુલ્સિમ મહિલા સમક્ષ આ સિવાયના પણ મોટા મુદા છે શાસકોએતેના પર ધ્યાન આપવું જોઈએ.

(12:00 am IST)