Gujarati News

Gujarati News

News of Monday, 12th August 2019

મુંબઈના વેપારીનું હોટલમાંથી અપહરણ :ડુંગરી પોલીસે પીછો કરીને વેસ ગામેથી બન્ને આરોપીઓને દબોચી લીધા

ગણતરીના કલાકોમાં જ અપ્યહતનો છુટકારો કરી આરોપીઓને ઝબ્બે કર્યા

મુંબઈના વેપારીનું હોટલમાંથી અપહરણ થયા બાદ વલસાડની ડુંગરી પોલીસે પીછો કરીને બે અપહરણકારોને વેસમાં ગામેથી ઝડપી લીધા છે.
 મુંબઇના વેપારીનું રૂપિયાની લેતી-દેતી મામલે હોટેલ પરથી અપહરણ કરાયુ હતુ. વેપારીના મિત્રએ 100 નંબર ડાઇલ કરીને પોલીસને અપહરણની જાણ કરી હતી. ડુંગરી પોલીસ માહિતી મળતા તાત્કાલિક અપહરણકારોને પકડવાની તજવીજ હાથ ધરી હતી. ગણતરીના કલાકોમાં જ અપ્યહતનો છુટકારો કરી આરોપીઓને ઝબ્બે કર્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે

(12:00 am IST)