Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

જિઓ - ક્યુઆલકોમ ડીલ : અમેરિકાની ક્યુઆલકોમનું જીઓમાં 0.15% હિસ્સેદારી માટે રૂ. 730 કરોડનું રોકાણ

જિઓએ 25.4% હિસ્સા માટે અધધધ રૂ. 1.18 લાખ કરોડ એકત્ર કર્યા : છેલ્લા ત્રણ જ માહિનામાં જીઓમાં ઇન્વેસ્ટ કરનારી આ તેરમી કપની

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના (RIL) ડિજિટલ એકમ જીયો પ્લેટફોર્મ્સમાં હવે અમેરિકાની ક્યુઆલકોમ ઇન્ક પણ 0.15 ટકા સ્ટેક માટે 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જીયો પ્લેટફોર્મ્સ માટે આ સતત તેરમી ડીલ છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને સેમીકંડક્ટર કંપની ઈન્ટેલ  બાદ કોલકોમ તીજી સ્ટેટેજિક ઈન્વેસ્ટર છે. જે જીયો પ્લેટફોર્મમાં રોકાણ કરશે.12 સપ્તાહમાં જીયો પ્લેટફોર્મ્સે 25.24 ટકા ભાગીદારી થકી હવે 1,18,318.45 કરોડ રૂપિયા એકઠાં કર્યાની જાહેરાત કરી છે. જેમાં દુનિયાના કેટલાક પ્રમુખ ટેક ઈન્વેસ્ટર્સ સામેલ છે

  . સૌથી પહેલા 22 એપ્રિલે ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકાની ભાગીદારી માટે 43,574 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ જનરલ એટલાન્ટિક, KKR, સાઉદી સોવરેન વેલ્થ ફંડ, અબુ ધાબી સ્ટેટ ફંડ, સાઉદી અરબની પીઆઈએ અને ઈન્ટેલ જેવા ગ્લોબલ ઈન્વેસ્ટરે પણ જીયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. ક્યુઆલકોમનું હેડક્વાર્ટર અમેરિકાના કેલિફોર્નિયામાં છે. આ વાયરલેસ ટેક્નોલોજી ક્ષેત્રની કંપની છે. આ કંપની પાસે 3G, 4G અને 5G જેવી વાયરલેસ ટેક્નોલોજીમાં કામ કરવાની મહારથ મેળવી છે. ક્વોલકોમની ટેક્નોલોજી અને પ્રોડક્ટનો ઉપયોગ કરીને દુનિયાભરમાં મોબાઈલ ડિવાઈસસ અને વાયરલેસ પ્રોડક્સમાં થાય છે.

સ્માર્ટફોન બનાવનારી કેટલીક પ્રમુખ કંપનીઓ ક્વોલકોમની સ્નેપડ્રેગન  સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ કંપનીની ટેક્નોલોજી અને પ્રોડક્ટ ઓટોમેટિક, કમ્પ્યુટર અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં (IoT) ઉપયોગ કરવામાં આવે છે. વૈશ્વિક સ્તર ઉપર આ કંપની પાસે મોટી સંખ્યામાં પેન્ટન્ટ છે. ભારતમાં પણ આ કંપનીએ સૌથી વધારે પેટન્ટ ફાઈલ કર્યા છે.આ પહેલા 3 જુલાઈએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ઈન્ટેલ કેપિટલની સાથે ડીલ કરવાનું એલાન કર્યું હતું. આ કંપની જિયો પ્લેટફોર્મ્સમાં 0.93 ટકાની ભાગીદારી માટે 1,894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.
જિયો પ્લેટફોર્મ્સ હવે દુનિયાની એક માત્ર એવી કંપની બની ગઈ છે જેણે સતત આટલા મોટા સ્તર ઉપર ફંટ એકઠું કર્યું હોય. જો તુલનાત્મક રૂપથી જોઈએ તો ગત વર્ષે ભારતમાં સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમે 1.10 લાખ કરોડ રૂપિયા એકઠાં કર્યા હતા. ફંડ એકઠાં કરવા માટે સૌથી સારું વર્ષ રહ્યું છે.

(11:32 pm IST)