Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

મહારાષ્ટ્ર રાજભવનના ૧૮ કર્મચારી કોરોના પોઝિટિવ

રાજભવનમાં ૧૦૦ લોકોના ટેસ્ટ કરાયા

મુંબઈ, તા. ૧૨ : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ફેલાવામાં એકદમ વધારો થઈ રહ્યો હોય તેમ લાગે છે. હવે રાજભવનમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. માહિતી મુજબ, મહારાષ્ટ્રના રાજભવનમાં ૧૮ કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાં રાજ્યપાલની નજીક રહીને કામ કરનારા લોકો પણ સામેલ છે. રાજભવનમાં સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સેલ્ફ આઈસોલેશનમાં જતા રહ્યા છે. અત્યાર સુધી રાજભવનમાં ૧૦૦ લોકોના કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં શનિવારે વિક્રમજનક ૭,૮૬૨ નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા ૨,૩૮,૪૬૧ પર પહોંચી ગઈ છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને ઉદ્ધવ સરકારે કેટલાક વિસ્તારમાં લોકડાઉન લંબાવી દીધું છે.

(9:35 pm IST)