Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

સચિન પાયલોટ સિંધિયા બને તો ભાજપ સરકાર રચવા તૈયાર

રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશવાળી થવાના એંધાણ : ગતિવિધિથી હચમચી ગયેલા ગેહલોતે ધારાસભ્યને સમન્સ પાઠવ્યા : ૧૫ ધારાસભ્યોનો ટેકો હોવાનો પાયલોટનો દાવો

જયપુર, તા. ૧૨ : ભાજપ દ્વારા રાજસ્થાનમાં પણ મધ્યપ્રદેશવાળી કરવાની તૈયારી થઈ ચુકી છે. ડેપ્યુટી મુખ્યમંત્રી સચિન પાયલોટના મનાતા ૨૫ જેટલા ધારાસભ્યોને ફોડવા ભાજપે શસ્ત્રો સજાવી લીધાં છે. સરકાર પાડવાના ષડયંત્ર અને ધારાસભ્યોની સોદાબાજીની ઘટના ચર્ચામાં આવતા દિલ્હીમાં બેઠકનો દોર જામ્યો છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ સહિત ૧૨ કોંગ્રેસ અને ૩ અપક્ષ ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની એક હોટલમાં રોકાયા હોવાનું કહેવાય છે. નારાજ ધારાસભ્યોએ સોનિયા ગાંધી સમક્ષ રજૂઆત કરી છે. સચિન પાયલોટ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. તેમણે ૧૫ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ભાજપનું કહેવું છે કે પહેલાં તેઓ ગેહલોત સરકારને ગબડાવે. મીડિયા રિપોટર્સ અનુસાર ભાજપે સચિનને મુખ્યમંત્રી પદ આપવાનો ઇનકાર કર્યો છે.

અહેવાલો પ્રમાણે, ર્જીંય્એ નોટિસ મોકલી તેના લીધે સચિન નારાજ છે. આ નોટિસ ધારાસભ્યોની હોર્સ ટ્રેડીંગ મામલામાં ઇશ્યૂ કરવામા આવી છે. તેથી તેમની પૂછપરછ કરવામા આવશે. ગૃહ વિભાગ મુખ્યમંત્રી અશોક ગેહલોત હસ્તક છે. તે રીતે ર્જીંય્ દ્વારા આ નોટિસ પાયલટની મુવમેન્ટ જાણવા મોકલવામા આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.  જોકે ર્જીંય્એ મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અન્ય મંત્રીઓને પણ નોટિસ મોકલી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ ઓમ માથુરે કહ્યું હતું કે, કોંગ્રેસ વચ્ચે અવાનરવાર આ પ્રકારના સમાચાર આવતા રહે છે. અશોક ગેહલોત તેનો આરોપ ભાજપ પર નાખી રહ્યા છે. તેમણે તેમનું ઘર સંભાળવું જોઇએ.

(9:32 pm IST)