Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજકોટમાં કોરોનાએ ફૂફાડો માર્યો : સાંજે વધુ પાંચ કેસ પોઝીટીવ આજે એક દિવસમાં 27 કેસ નોંધાયા : કુલ આંકડો 396એ પહોંચ્યો

સોમનાથ સોસાયટી, પાણીનો ઘોડો ,ઉમિયા ચોક, જંગલેશ્વર, રાજનગરમાં કોરોના કેસ નોંધાયા

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે આજે બપોર સુધીમાં 22 કેસ નોંધાયા બાદ સાંજે વધુ 5 કેસ પોઝિટિવ આવતા આજે એક જ દિવસમાં કુલ 27 કેસ નોંધાયા છે બપોરે ૧૨ વાગ્યા થી સાંજે ૫ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરી વિસ્તારમાં વધુ ૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે જેમાં હિમાંશુ માંકડ કોકલી (૩૯/પુરૂષ) ( રહે,ઉત્સવ એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૦૨, સોમનાથ સોસાયટી, મોદિ સ્કુલ પાસે, રાજકોટ) ખીમજી ઠાકરશી વેકરીયા (૭૫/પુરૂષ) ( રહે,પાણીનો ઘોડો, પેડક રોડ, રાજકોટ) નંદલાલ નારણ ભુત (૫૪/પુરૂષ) ( રહે,ઉમિયા ચોક, રાજકોટ) વિનુભાઈ અજયભાઈ છૈયા (૫૨/પુરૂષ) ( રહે,જંગલેશ્વર શેરી નં. ૯, રાજકોટ) અને વિનોદભાઈ બાબુભાઈ મોલીયા (૫૦/પુરૂષ) ( રહે,રાજ નગર, મોરબી રોડ, રાજકોટ) સમાવેશ થાય છે

 રાજકોટ શહેરમાં કુલ કેસની સબકહ્યા 396એ પહોંચી છે જેમાં 183 દર્દીઓ સારવાર હેઠળ છે

(6:05 pm IST)