Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

રાજસ્થાનમાં મોટી રાજકીય હલચલ વચ્ચે નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટે દિલ્હીમાં કરી પૂર્વ સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત

પાયલોટએ કોંગ્રેસના પૂર્વ વડા રાહુલ ગાંધી સાથે પણ બેઠકની માંગ કરી

નવી દિલ્હી : રાજસ્થાન સરકારમાં મચી ગયેલ અંધાધૂંધી વચ્ચે, ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ રવિવારે દિલ્હીમાં કોંગ્રેસના ભૂતપૂર્વ સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે મુલાકાત કરી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારના પતનને પગલે માર્ચમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા સિંધિયા હવે ભાજપના રાજ્યસભાના સાંસદ છે. વધુમાં, હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા પાયલોટએ કોંગ્રેસના પૂર્વ વડા રાહુલ ગાંધી સાથે પણ બેઠકની માંગ કરી હોવાનું જાણવા મળે છે.
 

(6:31 pm IST)