Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

બૃહદ મુંબઇના આસિસ્ટંટ કમિશનર પ૭ વર્ષિય અશોક ખૈરજનરનું કોરોનાથી મોત

માર્ચ મહિના થી જ કોરોના સામેની લડતમાં ફરજ બજાવી રહ્યા હતા

મુંબઈ: બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના 57 વર્ષીય આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર (વોર્ડ ઓફિસર), જે એક વોર્ડમાં કોવિડ વિરુદ્ધ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા હતા, તેમનું રવિવારે કોરોનાને કારણે નિધન થયું છે. તેઓ માર્ચ મહિનાથી કોરોના વિરુદ્ધની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમને મુલુંડની ફોર્ટિસ હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા.

અત્યાર સુધીમાં 100થી વધુ BMC કર્મચારીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. 2 હજારથી વધુ સ્ટાફ આ રોગથી સંક્રમિત છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનું નામ અશોક ખૈરનર હતું, જે ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ પર હતા. તેમની ફોર્ટિસ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેઓના પરિવારમાં પત્ની અને બે બાળકો સિવાય અન્ય પણ લોકો છે. ખૈરનારની જોઈન્ટ ફેમિલી હતી અને તેમાં ઘણા લોકો સાથે રહેતા છે.

BMCના ઈસ્ટ વોર્ડમાં 24 વહીવટી વિભાગ છે, જેમાં ખૈરનાર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા. કોરોના સંક્રમિતોની ઓળખ અને તેમની સારવારની દ્રષ્ટિએ આ વોર્ડ મહારાષ્ટ્રની સાથે સાથે દેશભરમાં પણ પોતાની એક ખાસ ઓળખ બનાવી ચૂક્યો છે. આ વોર્ડમાં કોરોના દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી છે. આ કામમાં ખૈરનારની મોટી ભૂમિકા છે, પરંતુ ફરજ બજાવતાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

(11:49 am IST)