Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

જમ્મુ કાશ્મીરના સોપોરમાં અથડામણ બાદ આતંકીઓ ઘરમાં છુપાયા

સુરક્ષા દળો દ્વારા આતંકીઓને બહાર લાવવા ઓપરેશન શરૂ

બારામુલ્લા: નોર્થ કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળોએ શનિવારે સાંજે આતંકીઓને ઘેર્યા. રેબ્બન વિસ્તારમાં હાલ આતંકીઓ સાથે એન્કાઉન્ટર ચાલુ છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રેબ્બનમાં 2-3 આતંકીઓ છૂપાયા હોવાની જાણાકરી મળી હતી ત્યારબાદ સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કર્યું.

એક અધિકારીએ જણાવ્યું કે સોપોર પોલીસ 22 આરઆર (રાષ્ટ્રીય રાયફલ્સ), અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમે શનિવારે સાંજે સોપોના રેબન વિસ્તારમાં એક કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કર્યું. વિસ્તારમાં આતંકીઓ હોવાની એક ગુપ્ત બાતમી મળી હતી.

કાશ્મીર ઝોનના પોલીસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી જાણકારી અપાઈ કે સોપોરના રેબ્બન વિસ્તારમાં અથડામણ શરૂ થઈ છે. પોલીસ અને સુરક્ષાદળો પોતાના કામમાં લાગ્યાં છે. અત્રે જણાવવાનું કે ગત મહિને સોપોરના મોડલ ટાઉનમાં થયેલા આતંકી હુમલામાં એક નાગરિકનું મોત અને સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો. આ ઉપરાંત સીઆરપીએફના 3 જવાન ઘાયલ પણ થયા હતાં.

(11:48 am IST)