Gujarati News

Gujarati News

News of Sunday, 12th July 2020

કેરળના ગોલ્ડ કૌભાંડમાં એન.આઇ.એ. દ્વારા ૪ લોકોની ધરપકડ

તિરૂવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૩૦ કિલો સોનું ઝડપાતા મામલો સામે આવેલ

કોચ્ચિ: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોનાની દાણચોરી કેસમાં મુખ્ય આરોપીઓ સપના સુરેશઅને સંદીપ નાયરની શનિવારે બેંગ્લુરુથી ધરપકડ કરી. અધિકૃત સૂત્રોએ આ જાણકારી આપી છે. તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાજનયિકના સામાન દ્વારા 30 કિગ્રા સોનાની દાણચોરી મામલે એનઆઈએ દ્વારા સપના સહિત ચાર આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધાયો છે.

તિરુવનંતપુરમથી સપના, સારિથ અને સંદીપ નાયર તથા ફાજિલ ફરીદ દાણચોરી મામલે આરોપી છે. NIA સહિત કેન્દ્રીય તપાસ એજન્સીઓ અને કસ્ટમ વિભાગે કેરળ હાઈકોર્ટમાં સપનાની આગોતરા જામીન અરજીનો વિરોધ કર્યો હતો.

આ મામલે કેરળના મુખ્યમંત્રી વિનારાઈ વિજયને શનિવારે કહ્યું કે સોનાની દાણચોરી મામલે અન્ય આરોપી સપના સુરેશે Kerala State Information Technology Infrastructure Ltd (KSITIL) હેઠળ સ્પેસ પાર્કમાં નિયુક્તિ મેળવવા માટે બીકોમનું નકલી પ્રમાણપત્ર કથિત રીતે આપ્યું હતું. વિજયને કહ્યું કે પોલીસને ફરિયાદ મળી છે આથી તેની તપાસ કરાશે.

અત્રે જણાવવાનું કે સપના સુરેશ તે ચાર આરોપીઓમાંથી એક છે જેના વિરુદ્ધ 30 કિલોગ્રામ સોનાની દાણચોરી મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ કેસ દાખલ કર્યો છે.

 

(11:34 am IST)